દેશભરમાં લોકો હાલ ડુંગળીના ભાવને લઈને ચિંતામાં છે. ડુંગળીના દુકાનદારો તેમના ગ્રાહકોને આકર્ષવા માટે નતનવી સ્કીમો લાવી રહ્યા છે. તમિલનાડુમાં એક મોબાઈલના દુકાનદારે નવી સ્કીમ બહાર પાડી છે. આ દુકાનદાર એક સ્માર્ટફોનની સામે 1 કિલો ડુંગળી ફ્રી આપી રહ્યો છે.
શહેરમાં આવી પ્રથમ ઓફર
દુકાનના માલિક શ્રવણ કુમારે જણાવે છે કે, મારા સિવાય આ શહેરમાં ડુંગળીને લઈને આવી ઓફર હજુ સુધી કોઈએ બહાર પાડી નથી. મારી આ જાહેરાત પછી ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો. 35 વર્ષીય શ્રવણ કુમારે કહ્યું કે, હું પટ્ટુકોટાઇ શહેરમાં છેલ્લા 8 વર્ષથી મોબાઈલની દુકાન ચલાવું છું.પહેલા 8 વર્ષથી હું એવરેજ માંડ 2 સ્માર્ટફોન વેચતો હતો, જેની સંખ્યા વધીને આજે 8 થઈ ગઈ છે. મને લાગે છે કે, કસ્ટમરને મારી આ ઓફર ગમી ગઈ છે.
ફોનને ડુંગળી લેવા ગ્રાહકોની લાઈન લાગી
પટ્ટુકોટાઇ શહેરમાં એસટીઆર નામની મોબાઈલની દુકાન છે. હાલ તમિલનાડુમાં એક કિલો ડુંગળીનો ભાવ 140 રૂપિયાથી 160 રૂપિયા છે. સ્માર્ટફોન ભલેને મોંઘો હોય પણ તેની સામે ડુંગળી મફત લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈન થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.