શિયાળામાં ચમકદાર ત્વચા મેળવવા માંગો છો? તો આજથી જ અપનાવો આ ઘરેલું ઉપાયો

Published on: 11:02 am, Wed, 27 October 21

શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે. ઠંડી હવાના કારણે ત્વચામાં ડ્રાયનેસ, રફનેસ, ડલનેસ, પિમ્પલ્સ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચાની સારી કાળજી લેવી જરૂરી છે. તેથી જ આજે અમે તમારા માટે એવી જ કેટલીક અસરકારક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમને ગ્લોઈંગ સ્કિન મળશે અને શિયાળામાં તમારી સુંદરતા પણ વધશે. તો ચાલો જાણીએ તે અસરકારક ટિપ્સ વિશે.

કાચું દૂધ: તેમાં રહેલું ફેટ અને લેક્ટિક એસિડ ત્વચાની ગંદકીને સાફ કરવાનું કામ કરે છે અને ભરાયેલા છિદ્રોને પણ ખોલે છે. કાચું દૂધ ત્વચાને ચમકદાર અને સ્મૂથ બનાવવામાં મદદ કરે છે.

હળદર ફાયદાકારક છે: હળદરને દૂધ અને મધમાં મિક્સ કરીને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવો. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાને પોષક અને અંદરથી મોઇશ્ચરાઇઝ કરીને શુષ્કતા સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

કેસર અને ચંદન: કેસરને થોડા સમય માટે હૂંફાળા દૂધમાં પલાળી રાખો અને ત્યાર પછી તેમાં ચંદનનો પાવડર ઉમેરો. તેને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા બાદ તેને હૂંફાળા પાણી દ્વારા સાફ કરો. તે પેકમાં ચહેરાને સાફ કરવા માટેના ગુણધર્મો હોય છે. જે ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે અને તે તમારા ચહેરા પર પડેલ કરચલીઓ અને ડાઘ સામે રક્ષણ આપે છે.

લીમડાના પાણીથી ચહેરો ધોવો: 1 બાઉલ પાણીમાં લીમડાના પાંદડાને સારી રીતે ઉકાળો અને ત્યાર પછી તે ઉકાળેલા પાણી દ્વારા તમારો ચહેરો સાફ કરો. આ દરરોજ કરવાથી ત્વચાને સંબધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati