અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે પકડ્યો- કોણ છે ખાલિસ્તાનની માંગ કરતો આ યુવાન?

Waris Punjab De chief Amritpal Singh arrested: NSA હેઠળ પંજાબના મોગામાંથી ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહની (Amritpal Singh arrested) ધરપકડ કરી લેવામાં આવી છે.…

Waris Punjab De chief Amritpal Singh arrested: NSA હેઠળ પંજાબના મોગામાંથી ‘વારિસ પંજાબ દે’ના વડા અમૃતપાલ સિંહની (Amritpal Singh arrested) ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબ પોલીસ (Punjab Police) દ્વારા તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવ્યો છે.

ખાલિસ્તાની પ્રચારક અને વારિસ પંજાબ દે (WPD) સંગઠનના વડા અમૃતપાલ સિંહ (Amritpal Singh), જે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમની પંજાબ પોલીસે 23 એપ્રિલે મોગાથી ધરપકડ કરી હતી. અમૃતપાલની ધરપકડ એક મહિના પછી થઈ છે. પોલીસે તેની અને તેના સંગઠન સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ મહાનિરીક્ષક (IGP) હેડક્વાર્ટર સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, છેલ્લા 35 દિવસમાં હાથ ધરવામાં આવેલા વિશેષ ઓપરેશન બાદ અમૃતપાલની આજે સવારે 6.45 વાગ્યે મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી હતી. રોડે 1984માં માર્યા ગયેલા આતંકવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલેનું મૂળ ગામ છે.

ડિબ્રુગઢમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ડિબ્રુગઢની સેન્ટ્રલ જેલમાં બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં અમૃતપાલને (Amritpal Singh) રાખવામાં આવશે. જેલ કમ્પાઉન્ડને આસામ પોલીસના ચુનંદા બ્લેક કેટ કમાન્ડો, CRPF અને જેલ સુરક્ષા કર્મચારીઓથી ઘેરી લેવામાં આવ્યું છે. જેલની અંદર સુરક્ષા પણ કડક કરવામાં આવી છે”

ડિબ્રુગઢ ટ્રાફિક પોલીસને પણ એરપોર્ટથી જેલ સુધીના 15 કિમીના રોડ ક્લિયરન્સ માટે એલર્ટ કરવામાં આવી છે. સાદા કપડામાં પોલીસકર્મીઓની સાથે એક ખાસ ટીમ પણ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલને સ્પેશિયલ ફ્લાઈટમાં લાવવામાં આવી રહ્યો છે, જે સવારે 8.25 વાગ્યે ભટિંડાથી ઉડાન ભરી હતી.

દલજીત સિંહ કલસી, પાપલપ્રીત સિંહ, કુલવંત સિંહ ધાલીવાલ, વરિંદર સિંહ જોહલ, ગુરમીત સિંહ બુકનવાલા, હરજીત સિંહ, ભગવંત સિંહ, બસંત સિંહ અને ગુરિંદરપાલ સિંહ ઔજલા સહિત અમૃતપાલના નવ સહાયકો NSA હેઠળ ડિબ્રુગઢ જેલમાં બંધ છે.

અમૃતપાલ સિંહ ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ વર્ગો વચ્ચે અસંતુષ્ટિ ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને જાહેર સેવકો દ્વારા કાયદેસરની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવાના કેસનો સામનો કરી રહ્યો છે. 18 માર્ચે જ્યારે જલંધર જિલ્લામાં તેના કાફલાને અટકાવવામાં આવ્યો ત્યારે તેણે પોલીસને હાથતાળી આપ્યા પછી તે એક મહિનાથી વધુ સમયથી ફરાર હતો. 30 વર્ષીય અમૃતપાલ સિંહ પર પર ઓછામાં ઓછા અડધો ડઝન ફોજદારી કેસ નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *