iPhone 16 Series: Apple એ તાજેતરમાં તેની નવી iPhone 16 સિરીઝ લૉન્ચ કરી છે, પરંતુ તે દરમિયાન, ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-In એ Appleના ઘણા ઉત્પાદનોમાં ગંભીર સુરક્ષા અંગેની નબળાઈઓ શોધી કાઢી છે. આ નબળાઈઓનો (iPhone 16 Series) લાભ લઈને, હેકર્સ તમારા મોબાઈલને હેક કરી શકે છે અને તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે, તેમજ તમારા મોબાઈલને નુકસાન પહોંચાડી શકે છે અથવા તમારા મોબાઈલને પોતાના કંટ્રોલમાં કરી શકે છે.
એપલના કયા ફોનને થઇ અસર
સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર, iPhone, iPad, Mac, Apple Watch, Apple TV અને Appleના ડેવલપમેન્ટ ટૂલ્સ Xcode સહિત લગભગ તમામ Apple ઉત્પાદનોમાં આ ખામીઓ જોવા મળી છે. CERT-In એ એક યાદી પણ બહાર પાડી જેમાં કહેવામાં આવ્યું છે કે iOS, iPadOS, macOS, watchOS અને visionOS પર ચાલતા મોબાઈલ ફોન તથા ઉપકારો મોટા જોખમમાં છે.
સાઇબર ક્રાઇમ અટેક થવાની સંભાવના
વ્યક્તિગત માહિતીની ચોરી: હેકર્સ તમારા ફોટા, વીડિયો, સંદેશાઓ અને અન્ય સંવેદનશીલ ડેટાને ઍક્સેસ કરી શકે છે.
મોબાઈલને નુકસાન: હેકર્સ તમારા મોબાઈલને ક્રેશ કરી શકે છે.
નેટવર્ક હુમલા: હેકર્સ તમારા ઉપકરણનો ઉપયોગ અન્ય ઉપકરણો અથવા નેટવર્ક પર હુમલો કરવા માટે કરી શકે છે.
તો હવે તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી?
તમારા મોબાઈલને અપડેટ કરો: Apple એ આ ખામીઓને સુધારવા માટે નવા સોફ્ટવેર અપડેટ્સ બહાર પાડ્યા છે. તમારા iPhone, iPad, Mac અને Appleના અન્ય ઉપકરણોને શક્ય તેટલી વહેલી તકે નવીનતમ સોફ્ટવેર સંસ્કરણ પર અપડેટ કરો.
સાવચેત રહો: અજાણ્યા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરશો નહીં અને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં.
મજબૂત પાસવર્ડ્સ: તમારા Apple ID અને અન્ય ઑનલાઇન એકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ્સ સેટ કરો.
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન: તમારી સુરક્ષા વધારવા માટે તમારા Apple ID માટે બે ફેક્ટર ઓથેન્ટિકેશન સેટ કરો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App