કસ્ટમ વિભાગે સુરત(Surat) એરપોર્ટ(airport) પર શારજાહ ફ્લાઈટમાં ચઢવા જઈ રહેલા મુસાફરની ધરપકડ કરી તેની પાસેથી 6.50 કરોડના હીરા(diamond) જપ્ત કર્યા છે. આરોપી જાવેદખાન પઠાણને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો છે. આરોપી 5 રૂપિયાની કિંમતના નમકીનના પેકેટમાં છુપાવેલા હીરા લઈ જતો હતો.
જ્યારે અધિકારીઓએ એરપોર્ટ પર બે બેગની તપાસ કરી તો એક બેગમાંથી નમકીનના પેકેટ મળી આવ્યા. જ્યારે અધિકારીઓએ પૂછ્યું કે તે શું છે, તો આરોપીએ કહ્યું કે જ્યારે તેને ભૂખ લાગે ત્યારે ખાવા માટે લઈ જઈ ગયો હતો. આરોપીઓને હીરા કોણે આપ્યા હતા અને આરોપીએ કોને પહોંચાડવાના હતા, કસ્ટમ વિભાગ આ તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.
બેગ ચેક કરતાં ભાંડો ફૂટી ગ્યો:
શારજાહ ફ્લાઈટના આગમન બાદ કસ્ટમ વિભાગે 14 લાખનું સોનું લઈને જતા એક મુસાફરની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કર્યું છે. આ દરમિયાન, શારજાહ ફ્લાઇટમાં મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામાં આવી રહી હતી. કસ્ટમ વિભાગે જાવેદ ખાનને અટકાવ્યો અને તેની બેગની તલાશી લીધી. બેગમાંથી પાંચ હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા. અધિકારીઓને પૂછતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. બેગની તપાસ કરતી વખતે નમકીનના નાના પેકેટમાંથી 6.50 કરોડના હીરા મળી આવ્યા હતા.
પેકેટની અંદર બીજું પેકેટ હતું:
બેગની તપાસ કરતાં નમકીનનું નાનું પેકેટ મળી આવ્યું હતું. જ્યારે તેને ખોલવામાં આવ્યું ત્યારે પેકેટની અંદર કાળી ટેપથી ચોંટેલું બીજું પેકેટ હતું. બીજું પેકેટ ખોલતાં અંદરથી હીરા મળી આવ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર ઓપરેશન કસ્ટમના એડિશનલ કમિશનર મનીષ કુમારની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બચાવ પક્ષના વકીલ કલ્પેશ દેસાઈ હાજર રહ્યા હતા. કોર્ટે આરોપીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.