સુરતમાં વધુ એક યુવકની સરજાહેર કરપીણ હત્યા, આરોપીઓ શહેર છોડે એ પહેલા જ પોલીસે દબોચ્યા

હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વહી રહી છે. તેમાં પણ સુરત(Surat) તો હવે ક્રાઈમ સીટી(Crime City) બનતું જણાઈ રહ્યું છે. એવામાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, અહીં સચીન જી.આઈ.ડી.સી(Sachin GIDC) ઉંન ભીંડી બજાર હુશેનીયા મસ્જીદ (Husseinia Mosque)ની બાજુમાં યુનીક સ્કુલ(Unique school) પાસે ચાર રસ્તા ઉપર જાહેરમાં જુના ઝઘડાની અદાવતમાં પાંચ થી છ જેટલા વ્યક્તિઓએ જાહેરમાં એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકમાં પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. હાલ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાસ્તવમાં, સુરતના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની કેટલાક વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ સિવાય પોલીસ તપાસમાં યુવકની હત્યા કરનારા યુવકો તમામ લોકો મિત્રો હોવાનું સામે આવ્યું હતું, જે જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેથી ગણતરીની કલાકોમાં જ પોલીસે 5 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ બાબતે સચીન પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ વિથ મર્ડરનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ તમામ આરોપીઓ કોસાડ આવાસ પાસે ભેગા થવાના છે  તેથી બાતમીના આધારે ઉપરોક્ત ટીમના માણસોએ શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ, રહીમ ઉર્ફે હજરત અલાઉદીન શેખ, રોહીત અખીલેશ શાં, શરીફ ઉર્ફે અતુલ યુનુસ શેખ, ફૈઝલ ઉર્ફે દુધ મુખ્તાર શેખ વગેરે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન, આરોપીઓએ મૃતક સાથે રમજાન માસમાં થયેલા ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *