monkey heist in uttar pradesh ₹ 15 lakh stolen off bike: ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વાંદરો એક જ ઝટકામાં કરોડપતિ બની ગયો. વાસ્તવમાં આ ચોંકાવનારો કિસ્સો શાહબાદ તાલુકામાં બન્યો હતો. અહીં એક વ્યક્તિ રજિસ્ટ્રી ઓફિસમાં ડીડ કરાવવા માટે આવ્યો હતો. તેણે તેની બાઇકની થેલીમાં 1.5 લાખ રૂપિયા રાખ્યા હતા. જેને ત્યાં રખડતા એક વાંદરાએ લઇ લીધા હતા, આ પછી ખુબજ હોબાળો મચી ગયો હતો. તાલુકામાં હંગામો જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, ઘણી મહેનત પછી વાંદરો પાસેથી પૈસા આંચકી લેવાયા હતા.
તમને જણાવી દઈએ કે મંગળવારે મહોલ્લા જીલદારનનો રહેવાસી અબરાર હુસૈન બૈનામા કરાવવા માટે તહસીલ આવ્યો હતો. તેણે એક બેગમાં 1.5 લાખ રૂપિયા રાખ્યા હતા. તે બાઇકમાં રાખીને તે વકીલ પાસે ગયો, તેણે વકીલ સાથે હિસાબ પતાવવાનું શરૂ કર્યું.
View this post on Instagram
આ દરમિયાન એક વાંદરો આવ્યો અને તેની બાઇકમાં રાખેલી 1.5 લાખ રૂપિયાની થેલી કાઢીને ઝાડ પર ચઢી ગયો. આ જોઈને અબરારનો હોશ ઉડી ગયો અને અવાજ કરવા લાગ્યો. ત્યારબાદ સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘણા પ્રયત્નો પછી કોઈક રીતે વાંદરા પાસેથી પૈસા છીનવી લેવામાં આવ્યા.
શાહબાદમાં વાંદરાઓનો આતંક છે, તહસીલ સિવાય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાંદરાઓ રોજ કોઈને કોઈ નવી ઘટનાને અંજામ આપતા રહે છે. ડેપ્યુટી કલેક્ટર શાહબાદ અનિલ કુમારે જણાવ્યું કે અહીં વાંદરાઓનો આતંક વધુ જોવા મળી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube