રેલવે પોલીસ ફોર્સ ના પોલીસ કર્મચારીઓ દ્વારા કઈ રીતે સાવધાની અને બહાદુરીપૂર્વક નિર્દોષ મુસાફરો ને ટ્રેન અકસ્માત થી બચાવી લીધા હોય તેવી ઘટના તાજેતરમાં ઓરિસ્સા અને મુંબઈમાં એક જ દિવસે બની.
એક ઘટનામાં ઓરિસ્સા ભવનેશ્વર રેલવે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ચાલુ ટ્રેનમાં ચડવા ની કોશિશ માં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ખાલી ભાગમાં સરકી ગઈ. પરંતુ ત્યાં હાજર રેલવે સુરક્ષા દળ નો એક જાબાજ ઓફિસર દોડી આવ્યો અને અમુક જ સેકન્ડમાં આ મહિલાને મોતના મુખમાંથી બહાર ખેંચી લીધી. ANI એનઆઈએ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. જેમાં તમે જોઈ શકો છો કે પોતાના જીવને જોખમમાં મૂકીને કઈ રીતે રેલવે પોલીસ ફોર્સના કર્મચારીએ એક મહિલાનો જીવ બચાવી લીધો.
#WATCH Odisha: A woman passenger fell down in the gap between platform and train while she was trying to board a running train at Bhubaneswar Railway Station today. She was rescued by an RPF constable. pic.twitter.com/Xmi8Yg6qhK
— ANI (@ANI) February 15, 2020
આવી જ એક ઘટના મુંબઈમાં બની જેમાં એક મુસાફર બેદરકારીપૂર્વક રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો અને ત્યાં જ ટ્રેન આવી પહોંચી. પરંતુ ત્યાં હાજર રેલવે પોલીસના એક કર્મચારીએ તાત્કાલિક દોડી ગયો અને આ મુસાફરને બચાવી લીધો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે થોડા જ મીટર દૂર આવી રહેલી ટ્રેન આ મુસાફર પર ફરી વળે તે પહેલા જ સમય સૂચકતા થી કર્મચારીએ મુસાફરોનો જીવ બચાવી લીધો હતો.
#WATCH Mumbai: People and security personnel at Byculla Railway Station saved a man who was crossing the railway track while a train was coming on the same track. Also, the motorman had stopped the train immediately. #Maharashtra pic.twitter.com/cGRoY9wh2L
— ANI (@ANI) February 15, 2020
આ બંને ઘટના એક જ દિવસે બની હતી અને ટ્વીટર પર ખુબ ઝડપથી વાયરલ થઈ હતી. આવા બહાદુર દેશ સેવી કર્મચારીઓને અમારી ટીમ સો સો સલામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.