રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ઈરાક(Iraq) પર મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાને ઈરાકના ઈરબિલ(Irbil)માં યુએસ કોન્સ્યુલેટ(US Consulate) પર હુમલો કર્યો છે. ઇરાકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણી મિસાઇલોએ અમેરિકી દૂતાવાસને નિશાન બનાવ્યું હતું. દૂતાવાસની આ બિલ્ડીંગ નવી છે અને તાજેતરમાં જ સ્ટાફ અહીં શિફ્ટ થયો છે. આ હુમલામાં યુએસ દૂતાવાસને પણ ભારે નુકસાન થવાની આશંકા કરવામાં આવી રહી છે.
ઇરાકી સુરક્ષા અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, 12 મિસાઇલો ઇરાકના ઉત્તરી શહેર ઇરબિલમાં યુએસ વાણિજ્ય દૂતાવાસની નજીક ત્રાટકી હતી. હાલ આ હુમલામાં કોઈને ઈજા કે જાનહાની થઈ હોવાના અહેવાલ નથી.
Footage of the missile attack in Erbil pic.twitter.com/zOec6Yvia2
— OSINTtechnical (@Osinttechnical) March 12, 2022
ઈરાકી અધિકારીઓનો આરોપ છે કે બેલેસ્ટિક મિસાઈલો ઈરાન તરફથી છોડવામાં આવી હતી. જયારે અમેરિકા દ્વારા આ હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. ઈરાકી સરકાર અને કુર્દ પ્રાદેશિક સરકાર દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
Fateh 110s impacting Erbil pic.twitter.com/dg3C5lgcCY
— OSINTtechnical (@Osinttechnical) March 12, 2022
ઇરાકી શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદ્રે ટ્વિટર પર કહ્યું હતું કે ઇરબિલમાં આગ લાગી છે. અગાઉ સપ્ટેમ્બરમાં, યુએસ પરના 9/11ના હુમલાની 20મી વર્ષગાંઠે ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુએસ બેઝ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇકબાલ એરપોર્ટ પર અનેક વખત હુમલા કરવામાં આવ્યા હતા. મોટાભાગના હુમલાઓમાં વિસ્ફોટકોથી સજ્જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.