ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મુખ્યમંત્રી મળે નહિ ત્યાં સુધી રાહ જોઈશું, ઉપવાસ કરીશું: બિનઅનામત આંદોલન

બિન અનામત સમાજ માટે આંદોલન ચલાવી રહેલા દિનેશ બામણીયા દ્વારા કલેકટર શ્રી પાસે મુખ્યમંત્રીને મળવા નો સમય માંગ્યો છે. ખૂબ જ ઓછી મુદતમાં મુખ્યમંત્રીને મળવા માટે સમય આપે તેવી માંગ દિનેશ બાંભણીયાએ કરી છે. હાલમાં કલેકટરશ્રી ને મળીને દિનેશ બાંભણીયા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પદયાત્રા કરીને મહિલા ઉમેદવારો સાથે જઇ કરી રહ્યા છે. મુખ્યમંત્રી સમય આપવાના છે કે નહીં તે જાણવા અમે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચીએ ત્યાં સુધીમાં કરવામાં આવે તેવી માંગ પણ દિનેશ બાંભણીયા કરી.

કલેકટર કચેરીએ કલેકટરશ્રી ને રજુઆત કરીને અન્ય પીડિત યુવતીઓ સહિત દિનેશ બાંભણીયા કરણી સેનાના આગેવાન રાજ શેખાવત સહિતના બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના નેતાઓ હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મળવા માટે મુખ્યમંત્રી કાર્યાલય તરફ કૂચ કરી રહ્યા છે.

આજે બિનઅનામત વર્ગના મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાય સામે જજુમી રહેલી LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ચિંતન બેઠક બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં બિનઅનામત વર્ગના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મ સમાજ, પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ સહિતના આગેવાનો, મહિલા ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે અને ચિંતન કરી રહ્યા છે. જેમાં અનેક એવા નેતાઓ પોતાની જ સરકાર સામે બાંયો ચડાવનાર બિનઅનામત સમાજ સાથે ઉભા રહીને સમાજ પ્રત્યે વફાદારી બતાવી રહ્યા છે.

પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાના સંકલનથી યોજાયેલ સમરસતા ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગયેલા વરુણ પટેલ, ભાજપ સાથે ઉભા રહેનાર ઉમિયાધામ સંસ્થાન ના આગેવાન સિ કે પટેલએ આંદોલનકારી મહિલાઓને સમર્થન કરવા હાજરી આપીને ભાજપ સરકારની ચિંતામાં વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.