Gujarat Heat Forecast: રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી(Gujarat Heat Forecast) કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. જેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જો કે આગામી સાતથી આઠ દિવસ હિટવેવની શક્યતા નહિવત છે. આગામી અઠવાડિયા સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. પરંતુ તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે.હાલ પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતા છે.
ગરમીનો પારો 39 ડિગ્રીને પાર જઈ શકે
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 29 માર્ચ સુધીમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી જઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે.ત્યારે મદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી નોધાયું છે. આજે અમરેલીમાં સૌથી વધુ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અગાહી પ્રમાણે, વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. વેસ્ટન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. 20 માર્ચ સુર્ય ઉતરાધમાં આવતા ગરમી વધશે.
ખેડૂતો માટે કરી આ આગાહી
ખેડૂતો માટે ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ ચોખ્ખું રેહવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના નહીવત છે. ઉનાળું પાકનું વાવેતર 20 માર્ચ સુધીમાં પૂર્ણ કરવું હિતાવહ છે. મોડું વાવેતર કરવાથી દાણાં બેસવાના સમયે ગરમીનાં કારણે ઉત્પાદન ઘટે છે. રવિ સીઝનની કાપણી લગભગ પૂરી થવાને આરે છે ત્યારે હવે ખેડૂતો ઉનાળુ વાવેતરની તૈયારી શરૂ કરી શકે છે. કપાસમાં છેલ્લી વીણી પછી કરાંઠી સળગાવવી નહી રોટાવેટર, મોબાઇલ ચોપરથી નાના ટુકડા કરીને જમીનમાં દાંટી દેવાની સલાહ આપવામાં આવી છે.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 34.8 ડિગ્રી, ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે સૌથી વધુ તાપમાન વડોદરામાં 36 ડિગ્રી સેલ્શિયસ અને લોએસ્ટ દ્વારકામાં 27.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગુજરાતના દરિયા કિનારાના ઉત્તર ભાગમાં હવાઓ ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ દિશાથી ફૂંકાવવાની આગાહી છે. જ્યારે દક્ષિણ બાજુના દરિયા કિનારે પવનની દિશા પશ્ચિમ બાજુની રહેશે. દરિયા કિનારે 20થી 25 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. આ સાથે જમીની વિસ્તારોમાં પણ હવાઓ ઉત્તર પશ્ચિમ બાજુથી ફૂંકાશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App