Gujarat Weather Update: આજથી આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ (Gujarat Weather Update) દ્વારા કરવામાં આવી છે, ત્યારે સુરત શહેર અને નવસારીમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરતમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે નવસારીમાં પણ સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો
આજે સુરત શહેરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શ્હેરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સવારના સમયથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જો કે હજુ સુધી શહેરમાં ક્યાંય માવઠું થયું નથી. સુરત સહીત નવસારીમાં જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આ વાતાવરણીય પરિસ્થિતિને કારણે કેરી અને ચીકુના પાકને મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગ અનુસાર આજે 1 એપ્રિલ 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.
ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી
હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સોમવારે રાજ્યના છેવાડે આવેલ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ નોંધાયું હતું. તો ગીરીમથક સાપુતારાના વાતાવરણમાં ઠંડક સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે જ આહવા તાલુકાના બોરખલ તેમજ વઘઈ તાલુકાના ખીરમાણી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમદાવાદમાં તાપમાન 41ને પાર જતાં ગરમી વધશે
અમદાવાદમાં 6 દિવસ બાદ સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. હવે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીને પાર થતાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી બે દિવસ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, દીવ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 41.1, વડોદરામાં 40.2, અમરેલીમાં 40.1, ગાંધીનગરમાં 40, ભુજમાં 39.6, ભાવનગરમાં 38.8, સુરતમાં 38.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App