ગુજરાત(GUJARAT Forecast): ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલ (GUJARAT Forecast Expert Vijinlal) દ્વારા 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ 26 એપ્રિલે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી
આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથો સાથ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 એપ્રિલે અમદાવાદમાં કમોમસી વરસાદ રહેશે. રાજ્યમાં બે દિવસ ગરમી પડશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાન નીચુ જશે. એટલે કે જ્યારે કમોસમી વરસાદ પડશે તો લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલ ની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 27 એપ્રિલથી 3 મે વચ્ચે વરસાદની શક્યતા છે. આ દરમિયાન બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, ખેડા, સુરત, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
25 થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં 26 અને 27 એપ્રિલે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફુંકાતા રાજ્યમાં હીટવેવની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે 24 અને 25 એપ્રિલે હીટવેવ રહી શકે છે. જોકે, 26 અને 27 એપ્રિલે રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી 3થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની પણ શક્યતા છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
હવામાન વિભાગે આપી સલાહ
હિટવેવની સ્થિતિમાં 1થી 4 વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ તેવી સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી કરીને શરીર ડિહાઈડ્રેટ ના થાય. તેમજ કમોસમી વરસાદમાં પણ ભારે પવન કારણે કૃષિ પાકને નુકસાન થઈ શકે. ત્યારે તૈયાર પાકને યોગ્ય જગ્યા પર રાખવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.