હે ભગવાન… કાળે આ તો શું માંડ્યું છે? સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોત- રસ્તે ચાલતા જતા વ્યક્તિને આંબી ગયું મોત

One more youth died of Heart Attack, Surat: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ત્યારે સુરત શહેરમાંથી હાર્ટ એટેકથી વધુ એક…

One more youth died of Heart Attack, Surat: છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ત્યારે સુરત શહેરમાંથી હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. હાર્ટ એટેકને કારણે અત્યાર સુધીમાં કેટલાય યુવકોના મોત થયા છે, ત્યારે સુરત (Surat) ના ઉધના (Udhna) માં 42 વર્ષીય વ્યક્તિને ચાલતા ચાલતા જ મોત આંબી ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ચૂકી છે.

રાજ્યમાં હાર્ટ એટેકની સંખ્યા એ રીતે વધી રહી છે જાણે, કોરોનાના કેસ વધી રહ્યા હોય. રોજબરોજ કોઈક ને કોઈકનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યું છે. કોને અને ક્યારે હાર્ટ એટેક આવી રહ્યો છે તેની જાણકારી હજુ સુધી કોઈ ડોક્ટરો પણ આપી શક્યા નથી. કારણ કે, પોતાની સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે.

ગણતરીની મીનીટોમાં આંબી ગયું મોત

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજરોજ હાર્ટ એટેકથી વધુ એક યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો છે, અચાનક ચાલતા ચાલતા જ રોડ ઉપર બેભાન થઈને ઢળી પડે છે. યુવકને રસ્તા પર પડેલો જોઈ, આસપાસના લોકો તેને બચાવવા દોડી આવે છે.

 

સીસીટીવી માં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે એક યુવક રસ્તા પર ચાલતા ચાલતા અચાનક બેભાન થઈને ઢળી પડે છે. અવરજવર કરતા લોકો યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *