PM મોદીનો નવો મંત્ર: “વેડ ઇન ઇન્ડિયા” મોટા બીઝનેસમેન મોદી ભક્તો હવે મોદી મંત્ર સ્વીકારશે?

હાલમાં દેશભરમાં “મેક ઇન ઇન્ડિયા” ને દરેક નાગરિકે સ્વીકારી લીધું છે અને ભારતીય અર્થતંત્રને જબરદસ્ત સફળતા પણ મળી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે નવો…

હાલમાં દેશભરમાં “મેક ઇન ઇન્ડિયા” ને દરેક નાગરિકે સ્વીકારી લીધું છે અને ભારતીય અર્થતંત્રને જબરદસ્ત સફળતા પણ મળી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે નવો નારો આપ્યો છે “વેડ ઇન ઇન્ડિયા”. (Wed in India) દેશમાં ડેસ્ટિનેશન વેડિંગ (Destination Wedding)નો ક્રેઝ વધી રહ્યો છે. એક અંદાજ અનુસાર વર્ષમાં 5,000 થી વધુ માલેતુજાર લોકો વિદેશમાં લગ્ન કરી રહ્યા છે. જેને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ઓળખ આપીને ઉદ્યોગપતિઓ જમાવટ પાડે છે. આવા ઉદ્યોગપતિઓમાં ગુજરાતના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જેઓ પોતાના દીકરા દીકરીઓના લગ્ન વિદેશમાં કરીને દેશનું નાણું વિદેશમાં વેડફી રહ્યા છે.

વેડફી રહ્યા છે એ શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે દેશ ભક્તિની વાતો કરતા ગુજરાતના ઉદ્યોગપતિઓ મોદીભક્તિ તો કરે છે પરંતુ મોદી મંત્રનું પાલન કરતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ અનુસાર જો દેશના ઉદ્યોગપતિઓ દેશમાં જ ડેસ્ટિનેશન વેડિંગ ( (Wed in India)) કરે તો એક લાખ કરોડ જેટલુ નાણું દેશમાં જ ફરે અને દેશના અગણિત લોકોને રોજગારી મળે.

તાજેતરમાં જ સુરતના એક મોટા મોદી ભક્ત ઉદ્યોગપતિ વિદેશમાં લગ્ન પ્રસંગ કરીને સિક્કો પાડી રહ્યા છે. એ વાત અલગ છે કે આ ઉદ્યોગપતિ પોતાની મુલાકાતોમાં ‘જય રામજી કી’ કહીને સૌને ગ્રીટ કરે છે પોતાના સંતાનોના અને ભાગીદારોના ડેસ્ટિનેશન વેડિંગ ઇસ્લામિક દેશમાં કરીને રામ દ્રોહ કરી રહ્યા છે.

સાદગીની વાતો કરતા આ ઉદ્યોગપતિ આદિવાસી વિસ્તારોના જર્જરિત મંદિરોને કલર કામ કરાવીને સામાજિક સેવા કરી રહ્યા છે પણ જ્યારે દેશભક્તિની વાત આવે ત્યારે માઇક માંથી બોલેલી વાતોનું અનુસરણ પોતે કેમ નહીં કરતા હોય તે એક ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ પરિવાર ઇસ્લામિક દેશમાં પોતાના દીકરાઓના લગ્ન પ્રસંગ મનાવી રહ્યો છે તે વચ્ચે મોદી ભક્તિ ની સાથે સાથે તેઓ મોદી મંત્ર પણ અપનાવી લે તો દેશના ઘણા યુવાનોને રોજગારી મળી શકે તેમ છે.

એ વાસ્તવિકતા છે કે સાદગીની વાતો કરવી સહેલી છે પણ સાદગીને અનુસરવી અઘરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક જ ઉદ્દેશ્ય છે માલેતુઝાર લોકો ભલે લાખલુંટ ખર્ચા કરે પરંતુ જો આ ખર્ચા દેશની અંદર જ કરે તો દેશનો રૂપિયો દેશમાં જ રહેશે અને દેશના લોકોને પણ ફાયદો થશે.

એક અભ્યાસ અનુસાર દેશમાં 2000 થી વધુ ડેસ્ટિનેશન વેડિંગ થઈ શકે તેવા સ્થળો અને કંપનીઓ છે. એવું નથી કે વિદેશમાં જ સારા લગ્ન થઈ શકે પરંતુ ભારતમાં અસંખ્ય એવા સ્થળો છે જ્યાં વિદેશ કરતા ઓછા ખર્ચે વધુ ભવ્ય લગ્ન કરી શકાય છે. ત્યારે મેક ઇન ઇન્ડિયા અને સફળતા બાદ હવે મોટા ઉદ્યોગપતિઓ વેડ ઇન ઇન્ડિયા કેવી રીતે સાકાર કરે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *