લગ્ન પ્રસંગના જમણવાર થયા મોંઘા: જાણો રસોડામાં કઈ કઈ વસ્તુઓ થઇ મોંઘી

Inflation in Gujarat: હિન્દૂ ધર્મ પ્રમાણે ગુજરાતમાં તુલસી વિવાહ બાદ લગ્નની સિઝન શરૂ થાય છે. આ વર્ષે લગ્નની સિઝન જોરદાર જામી છે ત્યારે લગ્ન પ્રસંગમાં (Inflation in Gujarat) જમણવારની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે જમણવારમાં મોટો માર પડ્યો છે.

લગ્નના જમણવારમાં મોંઘવારીનો માર
આ વર્ષે લગ્ન માટેના અનેક મુહૂર્ત છે. પણ તમામ ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો જોવા થઈ રહ્યો છે. તેલનો ડબ્બો 2500 સુધી પહોંચ્યો છે, જ્યારે ટમેટા હોલસેલમાં 20 રૂપિયે કિલો મળતા હતા એ જ ટમેટા હવે 70થી 80 રૂપિયા કિલો મળી રહ્યા છે. આમ આ વર્ષે શાકભાજી, ગરમ મસાલા અને તેલના ભાવમાં વધારો હોવાથી જમણવાર આ વર્ષે મોંઘો થયો છે.

લાઈવ સ્ટોકમાં ભાવ વધારો
લગ્ન પ્રસંગમાં અને લગ્નમાં લાઇવ ઢોકળા, મસાલા ઢોસા, પીઝા જેવા લાઈવ કાઉન્ટર રાખવામાં આવે છે ત્યારે આ તમામનો ભાવમાં વધારો થાય છે. જ્યારે ફક્ત સાદી ડિશ કે જેમાં 2 શાક, પુરી, રોટલી, દાળ ભાત, ફળસાણ અને એક સ્વીટ આ સાદી ડીશમાં સમાવેશ થાય છે, જેની ડિશની કિંમત 150થી 220 સુધીનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે અન્ય કાઉન્ટર હોય ત્યારે ડિશનો ભાવ 300થી વધુ હોય છે. આમ, હવે આ વર્ષે લગ્નમાં જેટલી ઇન્કવાયરી આવે છે જેમાંથી ફક્ત 30 ટકા જ ઇન્કવાયરી ભાવ વધારાને કારણે ફાઇનલ થાય છે.

જેવી રીતે બજારમાં અનેક વસ્તુઓનો વધારો થઇ રહ્યો છે, ત્યારે કારીગરોના ચાર્જમાં પણ વધારો થયો છે. આમ પહેલા કારીગરોનો ભાવ પ્રતિ ડિશ 10 રૂપિયા હતો જે હવે વધીને સીધો 20 રૂપિયા કરવામાં આવ્યો છે.