ઉતરપ્રદેશના ઔરૈયા ગામમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન વરરાજો કાળા ચશ્માં પહેરીને મંડપમાં બેઠો હતો. ત્યારબાદ વરરાજા પર કન્યા પક્ષના લોકોને શંકા જતા વરરાજાને અખબાર વાચવા માટે કહ્યું. ત્યારબાદ જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો.
મળતી માહિતી અનુસાર જોવા જઈએ તો, આ સમગ્ર ઘટના ઔરૈયાના જમાલીપુર ગામની છે. કન્યા પક્ષના લોકોએ વરરાજાના પરિવાર પર છેતરપીંડીનો આરોપ લડાવ્યો છે અને તેમના પર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કન્યાના પિતાએ જણાવતા કહ્યું છે કે, મારી દીકરીના લગ્ન મહારાજપુરના નિવાસી શિવમ પુત્ર વિનોદ કુમાર સાથે નક્કી કર્યા અને ત્યારબાદ રવિવારના રોજ જાન પણ આવી હતી.
કન્યાના પિતા જણાવે છે કે, ફેરા ફરતી વખતે વરરાજાએ પોતાની આંખ પર કાળા ચશ્માં ચડાવ્યા હતા. આ જોઇને લગ્નમાં આવેલ લોકો અલગ અલગ વાતો કરવા લાગ્યા. થોડા સમય બાદ વરરાજાને ચશ્માં ઉતારવાનું કહ્યું ત્યારે તે બહાના બનાવા લાગ્યો. અંતે વરરાજાએ ચશ્માં ઉતાર્યા અને તેમને છાપુ વાચવા માટે આપ્યું પણ વરરાજો વાંચી શક્યો નહિ.
આ સમગ્ર ઘટના અંગે કન્યાને ખબર પડી ત્યારે તે કન્યા ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને વરરાજાને ઓછુ દેખાતું હોવાની જાણ થતા કન્યાએ લગ્ન કરવાની તે જ સમયે ના પાડી દીધી હતી. ત્યાર પછી આખી રાત બંને પક્ષ વચ્ચે માથાકૂટ ચાલી હતી. કન્યાવાળાએ હવે લગ્નનો ખર્ચ અને તમામ નુકસાનની ભરપાઈ માંગી રહ્યા છે. ખુબ જ સમજાવ્યા છતાં પણ વરરાજાનો પક્ષ માન્યો નહિ અને આખરે કન્યા પક્ષે પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.