ગુજરાત માટે ગોઝારો બન્યો બુધવાર: 3 અકસ્માતમાં આટલાં લોકોએ ગુમાવ્યો જીવ; જુઓ LIVE વિડીયો

Gujarat Accident: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતમાં બેફામ વધારો થયો છે. જેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે.ઘણીવાર માતેલા સાંઢની જેમ આવતા પુરપાટ ઝડપે આવતા ટ્રકના કારણે કેટલાય લોકોના જીવ ગયા છે.ત્યારે ફરી એકવાર અમદાવાદ મોડાસા હાઇવે(Gujarat Accident) ઉપર અકસ્માત થયો છે. જેમાં ટ્રકની ટકકરે બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે. ત્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા
અમદાવાદ મોડાસા હાઇવે ઉપર જીવલેણ અકસ્માત થયો છે. જેમાં ટ્રકની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.આ અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બનવા પામી હતી. ત્યારેઅકસ્માતની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કૈદ થઇ ગઇ હતી.

પોલીસે સીસીટીવીના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મોડાસાના શિકા ગામ પાસે સાગવાડા અમદાવાદ એસટી બસ સાંજે ચાર વાગ્યા આસપાસ શિકા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે, સામેથી માતેલા સાંઢની જેમ આવતી ઇકો કાર ઓવરસ્પીડના કારણે એસટી બસ સાથે અથડાઈ હતી.

મોડાસામાંથી અકસ્માતની ઘટના સામે આવી
મોડાસાના શિકા ગામ પાસે સાગવાડા અમદાવાદ એસટી બસ સાંજે ચાર વાગ્યા આસપાસ શિકા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે, સામેથી માતેલા સાંઢની જેમ આવતી ઇકો કાર ઓવરસ્પીડના કારણે એસટી બસ સાથે અથડાઈ હતી. જો કે એસટી બસચાલક પરિસ્થિતિ સમજી જતા એસટી બસને સિફતપૂર્વક રોડની બાજુની ખાઈમાં ઉતારી દીધી હતી. જેથી ઇકો કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે સાત મુસાફરોને થોડી ઘણી ઇજાઓ થઈ હતી અને એસટીમાં સવાર મુસાફરોનો પણ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈ મોડાસા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

મર્સિડીઝ કારના થયા બેહાલ
તો બીજી તરફ ગઈકાલે સુરતના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી.

કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, 13 મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે. કારની સ્પીડ એટલી હતી કે, રેલિંગ તોડ્યા પછી પણ કાર આડી થઈ જાય છે.