વજન ઘટાડવા માટે આહાર અને વ્યાયામ કરતાં વધુ ઈચ્છાશક્તિની જરૂર પડે છે. જો કોઈ વ્યક્તિ એવું મન બનાવી લે કે, તેણે વજન ઘટાડવું છે અને પોતાને કોઈપણ સ્થિતિમાં ફિટ બનાવવી છે, તો તે ડાયટ અને એક્સરસાઇઝ પ્લાનને સરળતાથી ફોલો કરી શકે છે. જયારે એક છોકરીએ આવું જ અદ્ભુત કામ કરીને પોતાનું વજન ઘટાડ્યું છે. આ છોકરીએ પોતાનું લગભગ 60 કિલો જેટલું વજન ઘટાડીને પોતાને ફીટ કરવા માટે ફેટ બનાવી છે. વાસ્તવમાં, તેના જીવનમાં એક એવી ઘટના બની હતી, જેના કારણે તેણે વજન ઘટાડવાનું મન બનાવી લીધું હતું.
View this post on Instagram
વજન ઘટાડનાર યુવતીનું નામ લોરેન એક્ટન છે, જે 30 વર્ષની છે. તે યુએસએમાં રહે છે. 27 વર્ષની ઉંમરે, લોરેનનું વજન લગભગ 137 kg હતું અને તે પહેલેથી જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલથી પીડિત હતી. તે કોઈપણ કામ કરે તો તે થાકી જતી હતી. ત્યાર પછી, જ્યારે તેને ખબર પડી કે તેનું વજન નિયંત્રણ બહાર છે, ત્યારે તેણે પોતાનું વજન 60 કિલો ઘટાડ્યું. હાલમાં તેનું વજન લગભગ 77 કિલો છે.
ખરેખર, જ્યારે લોરેન 27 વર્ષની હતી, ત્યારે તે 2019માં તેના મિત્રો સાથે કેમ્પિંગ ટ્રિપ પર ગઈ હતી. ત્યાર પછી, જ્યારે ત્યાં શારીરિક પ્રવૃત્તિની વાત આવી, ત્યારે લોરેન તે કરી શકતી ન હતી, કારણ કે તે પ્રવૃત્તિઓ કરવા માટે તેનું વજન ઘણું વધારે હતું. ત્યાર બાદ 2019ના શિયાળાથી, તેણે પોતાનું વજન ઘટાડવાનું શરૂ કર્યું.
આ રીતે ફિટનેસની સફર શરૂ થઈ:
લોરેને જણાવ્યું કે, જયારે તેણે સફર શરુ કર્યું ત્યારે તે માત્ર 27 વર્ષની હતી. આ ઉંમરે આટલું વધારે વજન હોવાને કારણે મારી ઉર્જાઓ પણ ઓછી થવા લાગી હતી. આ ઉંમરે જ્યાં મારી એનર્જી વધારે રહેવી જોઈએ એ ઉંમરે હું થોડા ડગલાં ચાલ્યા પછી થાકી જતી હતી. જયારે હું એક ડૉક્ટરને મળી જેથી કરીને હું બેરિયાટ્રિક સર્જરીથી બચી શકું. ત્યાર પછી મેં ડોક્ટરની સલાહ પર મારી ફિટનેસની જર્ની શરૂ કરી અને હવે મને ડાયાબિટીસ નથી, મારું બ્લડપ્રેશર અને બ્લડ સુગર પણ એકદમ ઠીક છે. 2 વર્ષની મહેનત પછી મારું વજન 77 કિલોની આસપાસ છે અને કદાચ આ વર્ષના અંત સુધીમાં મારું વજન 63 કિલો થઈ જશે.
View this post on Instagram
વજન ઘટાડવા માટે અપનાવી આ પદ્ધતિ:
લોરેને કહ્યું કે, વજન ઘટાડવા માટે તે અઠવાડિયામાં 4 વખત જીમ જતી હતી અને હેલ્દી ડાયટ લેતી હતી. પોષણ વિશે વધુ સારી માહિતી માટે મેં ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી એકઠી કરી હતી. જીમમાં જઈને હું કલાકો સુધી વેઈટ ટ્રેનિંગ અને કાર્ડિયો કરતી હતી. મારા માટે ડાયેટિંગ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે હું ખાવાની ખૂબ જ શોખીન હતી. હું નાસ્તામાં પ્રોટીન શેક, કોફી અને ફળો ખાતી હતી. તે ઉપરાંત બપોરના ભોજનમાં ઈંડાની સફેદી, એવોકાડો અને મધ સાથે ટોસ્ટ ખાવામાં આવતું હતું. ત્યાર બાદ રાત્રે લોટમાંથી બનાવવામાં આવતા પિઝા ખાતી હતી. જ્યારે તેણીને ભૂખ લાગે ત્યારે તે પ્રોટીન શેક પીતી હતી. આ સાથે મારું વજન ધીમે ધીમે ઘટતું ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.