ધોરાજી રહેતા 22 વર્ષના હર્ષરાજસિંહ જયદેવસિંહ ગોહિલે અનોખી સિદ્ધિ મેળવી છે. હર્ષરાજસિંહે વાતચીતમાં જણાવ્યું કે, સ્કૂલમાં રમતગમતમાં રુચિ હોવાને કારણે ભાગ લેતો હતો. ત્યારબાદ કોલેજમાં રમતગમતમાં ભાગ ન લેવાને કારણે પોતાનું શરીર ખૂબ જ વધી ગયું હતું. જેને કારણે 2019ના વર્ષમાં પોતાનું 110 કિ.ગ્રા વજન થઇ ગયું હતું.
નાની ઉંમર આટલું બધું વજન થઇ જતા ફક્ત શારીરિક કસરતોથી શરીરનું વજન ઘટાડવાનું નક્કી કર્યું હતું. મન મક્કમ કરી શરીરનું વજન ઘટાડવાનું શરૂ કર્યું. તેવા સમયે કોરોનાને કારણે લોકડાઉન થઇ ગયું હતું. લોકડાઉનમાં લોકોના વજન વધી ગયા હતા ત્યારે મારા આત્મવિશ્વાસને કારણે મેં લોકડાઉનમાં સખત કસરત અને ખોરાક પર ખૂબ જ કાળજી રાખી હતી. જેને કારણે 6 મહિનામાં 33 કિ.ગ્રા.વજન ઘટાડીને 110 કિ.ગ્રા.માંથી 77 કિ.ગ્રા. થઇ ગયું હતું. 33 કિ.ગ્રા.વજન ઉતાર્યા બાદ મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો હતો. અને ફરી વજન ન વધે તે માટે કસરત સાથે દોરડા કૂદવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે દોરડા કૂદવાનો સમય વધારતો ગયો તેમ મારી સ્ટેમીના પણ વધતી ગઇ જેને કારણે ત્રણ મિનિટમાં નોન સ્ટોપ 1111 દોરડા કૂદવાની ચેલેન્જ પૂરી કરી હતી. કસરતની સાથે દોરડા કૂદવાનો આનંદ લઇ રહ્યો હતો. જેને કારણે પોતે 27 મિનિટમાં નોન સ્ટોપ 3200થી વધુ દોરડા કૂદી શકતો હતો. આ દરમિયાન સતત 27 મિનિટમાં 3200થી વધુ દોરડા કૂદવાનો કોઇનો રેકોર્ડ ન હોવાથી તેને પોતાનું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નોમિનેટ કર્યું હતું.
ત્યારબાદ રેકોર્ડ મેનેજમેન્ટ ટીમે 6 મેના રોજ પોતાની સિદ્ધિને બિરદાવી ન્યૂ રેકોર્ડ હોલ્ડર તરીકે જાહેર કરી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાને સ્થાન ધરાવ્યું છે. હર્ષરાજસિંહે દોરડા કૂદવાના હજુ પોતાનો જ રેકોર્ડ તોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.