જો તમે બર્ગર (Burger) ખાવા માંગતા હોવ તો તમે શું કરશો? સામાન્ય સંજોગોમાં તમે દુકાન પર જશો. જો ત્યાં ન મળે તો, તમે બીજી દુકાન પર જશો. જો ત્યાં પણ તે વસ્તુ ન મળે, તો તમે પાછા આવશો. આ સિવાય કોઈ બીજું શું કરી શકે? બસ, આ એક સામાન્ય માણસની વાત છે. હવે અમે શ્રીમંત લોકોની વાત કરીયે કે, જે લોકો પાસે ઘણા પૈસા છે અને તેઓ તેમની ઇચ્છા પૂરી કરવા માટે કંઈ પણ કરી શકે છે.
ખરેખર, સોશિયલ મીડિયા (Social Media) પર વ્યક્તિની ઇચ્છા અને તેને પૂર્ણ કરવા માટે કરવામાં આવેલ વિચિત્ર ઘટના ચર્ચાનો વિષય છે. એક શ્રીમંત વ્યક્તિ બર્ગર ખાવા માંગતો હતો અને નજીકની દુકાનમાં ગયો પણ તેને ત્યાં બર્ગર ન મળ્યું. અને ત્યારબાદ તેણે બે કલાક માટે હેલિકોપ્ટર (Helicopter) બુક કરાવ્યું અને મેકડોનાલ્ડ્સના (McDonald) રેસ્ટોરન્ટમાં પહોચ્યો.
લાખો રૂપિયાનું બર્ગર
એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, બર્ગર (Burger) ખાવા માટે બે કલાક હેલિકોપ્ટરમાં ઉડાન ભરનાર વ્યક્તિનું નામ વિક્ટર માર્ટિનોવ છે. આ ઘટના રશિયાની છે. વિક્ટર ખાનગી જહાજના બિઝનેસમાં સંકળાયેલા છે. મેકડોનાલ્ડ્સના રેસ્ટોરન્ટ પહોંચવા માટે કરોડપતિ વિક્ટોરે હેલિકોપ્ટર (Helicopter) રાઇડમાં લગભગ 2 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે તેની પ્રેમિકા સાથે હેલિકોપ્ટરમાં બર્ગર ખાવા ગયો હતો. હકીકતમાં, 33 વર્ષીય વિક્ટર માર્ટિનોવને બિઝનેસમાં રજાઓ હતી. તે દરમિયાન તેને મેકડોનાલ્ડ્સનું બર્ગર ખાવાનું મન થયું.
હેલિકોપ્ટર દ્વારા બર્ગર ખાવા પહોંચ્યો વ્યક્તિ
આ પછી, તેમણે મેકડોનાલ્ડ્સમાં બર્ગર ખાવા માટે હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરી. તે હેલિકોપ્ટરથી ઉડાન ભરીને લગભગ 360 કિમી દૂર મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ પહોંચ્યો. રેસ્ટોરન્ટમાં, વિક્ટોરે બિગ મોક, ફ્રેન્ચ ફ્રાઈસ, મિલ્કશેક્સ વગેરેનો ઓર્ડર આપ્યો. રેસ્ટોરન્ટનું બિલ આશરે 4,859 રૂપિયા આવ્યું હતું. તે જ સમયે, હેલિકોપ્ટર ભાડે આપતી કંપનીએ કહ્યું કે, આ પહેલી આવી કોઈ વ્યક્તિ છે જેણે બર્ગર ખાવા માટે હેલિકોપ્ટરમાં ઉડાન ભરે હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle