ભવ્ય જીત બાદ બાઈડેને નિભાવ્યો માનવતાનો ધર્મ, ડોનાલ્ડ ટ્રમ્પને એવી વાત કહી દીધી કે…

યુ.એસ.માં, ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બીડેન અમેરિકાના પ્રમુખપદ પર આવશે એ હાલની પરિસ્થિતિ જોતા નક્કી થઇ ચુક્યું છે. બિડેન 4 મોટા રાજ્યો પેન્સિલ્વેનિયા, એરિઝોના, જ્યોર્જિયા અને નેવાડામાં આગળ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિના અને અલાસ્કામાં આગળ છે. બિડેનને અત્યાર સુધી 253 અને ટ્રમ્પને 214 મતદાર મત મળ્યા છે. પ્રમુખ બનવા માટે 270 નો આંકડો જરૂરી છે.

શનિવારે, બીડેન લોકોની સામે દેખાયા હતા. તેમણે રાજકીય વાતાવરણમાં ઠંડક કરવાનો પ્રયાસ કર્યો. ટ્રમ્પનું નામ લીધા વિના, તેમને ગુસ્સો થૂંકવાની અપીલ કરી, આપણે વિરોધી છીએ પણ દુશ્મનો નથી. આપણે બધા અમેરિકનો છીએ. આવી અપીલ સાથે બિડેનને લોકો સાથે વાતચીત કરી હતી.

સમર્થકોને કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે ડેમોક્રેટ્સ ચૂંટણી જીતશે. અમેરિકન જનતાએ અમને સરકાર ચલાવવાનો આદેશ આપ્યો છે. દેશ ઇચ્છે છે કે તેઓ એક થઈને આગળ વધે. તમારે ધીરજ રાખવી જ જોઇએ. આજે આપણે 244 વર્ષો પહેલા (1776 માં) જે કર્યું તે સાબિત કરી રહ્યા છીએ. અને તે લોકશાહી સફળ અને અસરકારક છે. તમારો દરેક મત ગણાશે. બિડેને સમર્થકોને શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી.

કટોકટીની હાર બાદ ટ્રમ્પ શું કરશે? આ વાત દુનિયાના દરેક લોકો જાણવા ઈચ્છી રહ્યા છે, તો હાલના CNNનો અહેવાલ સામે આવ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ અને સલાહકારોએ આ અઠવાડિયા દરમિયાન ટ્રમ્પની તમામ પ્રેસ મીટીંગો રદ કરી દીધી છે. આનો મતલબ એ થયો કે, ટ્રમ્પ આ અઠવાડિયે મીડિયામાં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપશે નહિ. પરંતુ જો કોઈ વાત કહેવી હશે તો સોસીયલ મીડિયાના માધ્યમથી જણાવશે. સાથે-સાથે કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *