હવે વિધાર્થીઓને શાળામાં ટોયલેટ જવું હશે તો પણ બતાવવું પડશે ડોક્ટરનું લેખિત કાગળ, અનેક વાલીઓ આ નિયમથી પરેશાન

જેમ કે, દરેક શાળાના પોતાના નિયમો અને કાયદાઓ હોય છે, જેનું પાલન વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરવું પડે છે. નિયમો શાળામાં શિસ્ત જાળવવા માટે કરવામાં આવે…

જેમ કે, દરેક શાળાના પોતાના નિયમો અને કાયદાઓ હોય છે, જેનું પાલન વિદ્યાર્થીઓ અને વાલીઓએ કરવું પડે છે. નિયમો શાળામાં શિસ્ત જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ ક્યારેક સ્કૂલ મેનેજમેન્ટ આવા વિચિત્ર નિયમો બનાવે છે, જેના પર વિવાદ ઉભો થાય છે. ઇંગ્લેન્ડ(England)ના નોટિંગહામ(Nottingham)ની એક શાળા આવા હાસ્યાસ્પદ નિયમો(Ridiculous rules) બનાવવા અંગે ચર્ચામાં છે. શાળા સંચાલનના નવા નિયમો અંગે ધોરણ 10 ના વિદ્યાર્થીની માતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. હવે આ મહિલા શાળા સામે કડક પગલાં લેવાનું વિચારી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ મામલો નોટિંગહામમાં બુલવેલ એકેડેમી(Bullwell Academy)નો છે. અહીં 14 વર્ષની બાળકીની માતા શાળા દ્વારા બનાવેલા નવા નિયમોથી ખૂબ જ પરેશાન છે. મહિલાએ શાળાને ‘લશ્કરી શાસન’ અને નકામી ગણાવી છે. શાળાના નવા નિયમો મુજબ બાળકોને શૌચાલયમાં જવા માટે ડોક્ટર પાસેથી પ્રિસ્ક્રિપ્શન લાવવાનું કહેવામાં આવ્યું છે. શાળા સંચાલનનું કહેવું છે કે, કોઈપણ વિદ્યાર્થી જેણે ભોજન પહેલાં અને પછી શૌચાલયમાં જવું હોય તો તેને ડોક્ટરનું લેખિત ફોર્મ પણ સાથે લાવવું જોઈએ.

એક વિદ્યાર્થીની માતાને આ નિયમની જાણ થતાં જ તેનો ગુસ્સો સાતમા આસમાને ગયો. આ મહિલા શાળાના નિયમોથી ખૂબ જ ગુસ્સે છે. મહિલાનું કહેવું છે કે, આ નિયમ શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ માટે ખૂબ જ અનાદરજનક છે. આ પ્રકારના નિયમો લગાવવા તમામ વિધાર્થીઓ અને માતાઓ માટે ખુબ જ મુશ્કેલી રૂપ સાબિત થઇ રહ્યા છે.

નામ ન આપવાની શરતે આ માતાએ જણાવતા કહ્યું છે કે, શાળામાં બાળકો પર વિચિત્ર નિયમો લાદીને તેમનો માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જે ખૂબ જ ખોટું છે. માત્ર મારી પુત્રી જ નહીં, પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાકીના બાળકો પણ આવા નિયમોથી હેરાન થતા હશે. આ મહિલાનું કહેવું છે કે, ઘણા લોકોને ડોક્ટર પાસેથી બનાવેલ પ્રિસ્ક્રિપ્શન મેળવવા માટે હજાર રૂપિયા સુધી ચૂકવવા પડે છે. મહિલાનું કહેવું છે કે, પીરિયડ્સના દિવસો દરમિયાન છોકરીઓએ ક્લાસની વચ્ચે પણ શૌચાલયમાં જવું પડે છે. દર વખતે શાળા પ્રશાસન નવા ફોર્મ માટે પૂછે છે. મહિલાનું કહેવું છે કે એક વખત બનાવેલું ફોર્મ મેળવવા માટે તેને 3 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા હતા. તેનાથી પરેશાન થઈને હવે આ મહિલા શાળા સામે પગલાં લેવાનું વિચારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *