સારું થયું, ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું: જાણો શા માટે સોશિયલ મીડિયામાં આ વાત થઈ વાઇરલ

ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો કે પોસ્ટ વાયરલ(Viral Post) થતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક એવી વાતને લઈને…

ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો કે પોસ્ટ વાયરલ(Viral Post) થતી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ એક એવી વાતને લઈને પોસ્ટ વાયરલ થઇ છે, જે વાંચીને તમે પણ કહેશો કે સારું થયું ક્રિકેટ સ્ટેડિયમ(Cricket Stadium) પરથી સરદાર(Sardar Patel)નું નામ હટી ગયું. તો ચાલો જાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર થઇ રહેલી આ વાયરલ વાત શું છે…

ફેસબુક પર વાયરલ થઇ રહેલી આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મને આનંદ છે કે આવા સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું!’ એક ફેસબૂક મિત્રએ, આજે મને કહ્યું : “સારું થયું, ક્રિકેટ સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવી દીધું!” મેં પૂછ્યું : “આવું કેમ કહો છો?” મિત્ર કહે : ક્રિકેટ સ્ટેડિયમ પર સરદારનું નામ હોત તો મને આઘાત લાગી જાત! વડાપ્રધાનનું નામ જ ત્યાં હોય તો સાર્થક લાગે!

9 એપ્રિલે સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન અને કોલકાતા નાઈટ રાઇડર વચ્ચે મેચ જોઈ. સ્ટેડિયમમાં બેફામ ઠગાઈ/ લૂંટ ચાલતી હતી! કાયદાનું છડેચોક વસ્ત્રાહરણ જોવા મળ્યું. ખાવાપીવાની વસ્તુ છાપેલ કિંમત કરતાં 10 ગણા ભાવે વેચાતી હતી! એક ગ્લાસ પાણી, કાઉન્ટર પર 20 રૂપિયામાં મળતો હતો.

સ્ટેન્ડ પર વેચવા આવે તો એ જ ગ્લાસ 30 રૂપિયા ચૂકવીને પાણી પીવાનું! તમે બિસલરી બોટલ ખરીદી ન શકો કે સાથે રાખી ન શકો. જેની છાપેલી કિંમત 10 રુપિયા હતી તે વેફરનું પેકેટ 60 થી 80 રુપિયાનું હતું! ઘેરથી માત્ર મોબાઈલ અને છુટ્ટા રૂપિયા લઈને સ્ટેડિયમમાં જવા દે. તેમાં પણ સિક્કા હોય તો બહાર કાઉન્ટર પર કાઢી લે!
સૌથી દુ:ખની બાબત એ હતી કે સ્ટેડિયમમાં નફરતના પહાડ જેવડા મોજાં સતત ઉછળતા હતા!

આયોજકો સામેવાળી ટીમને દુશ્મન દેશની ટીમ હોય તે રીતે ટ્રીટ કરતા હતા ! આપણી ટીમના ચોક્કસ, છગ્ગા ઉપર આતશ બાજી થતી હતી અને સ્પર્ધક ટીમના છગ્ગા વખતે સૂનકાર છવાઈ જતો હતો ! આયોજકોએ રમતને રમતની જેમ લેવી જોઈએ કે નહીં? દરેક ખુરશી ઉપર ‘ગુજરાત ટાઇટન ટીમ’ના ઝંડા અગાઉથી મૂકવામાં આવ્યા હતા ! કોલકાતા નાઈટ રાઇડરની જીત થઈ તો મૂકી રાખેલ ફટાકડા પણ ન ફોડ્યા! કેટલી નફરત?

સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓએ શોક જાહેર કરી દીધો! શું કોલકાતાની ટીમ વિદેશી ટીમ કહેવાય? એટલું જ નહીં,
જે મેટ્રો ટ્રેનના ગુણગાન ગાતા થાકતા નથી, મેચ પત્યા પછી, લોકો પરત ફરવા ઈચ્છતા હતા ત્યારે મેટ્રો સ્ટેશનના શટર પાડી દેવામાં આવ્યા!

લોકોને 2-3 કિલોમીટર પગપાળા ચાલીને જવું પડ્યું. રીક્ષા ચાલકોએ, 600 થી 1000 રૂપિયા ભાડું વસૂલ કર્યું!
આ બધું ઢગલા બંધ પોલીસની રહેમ નજર સામે બન્યું! તમે જ કહો, આવા સ્ટેડિયમ પર કોનું નામ શોભે? મને આનંદ છે કે આવા સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટી ગયું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *