ગુજરાતમાં તૌક્તે વાવાઝોડા બાદ વરસાદે પોતાની તબાહી ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં ફરી વરસાદનું માવઠું આવાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં હવે આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવા જઈ રહી છે. જેને લીધે આગામી સમયમાં અનેક જિલ્લાઓમાં ૪ જુન થી ૬ જુન દરમિયાન હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાત રાજ્યમાં હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાય રહ્યો છે. જયારે આગામી ૪ જુનના રોજ દાદરાનગર હવેલી, દમણ, આણંદ, દાહોદ, ભાવનગર, અમરેલી જીલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. જયારે 5 જુનના રોજ જોવા જઈએ તો દાદરાનગર હવેલી, દમણ, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં હળવો વરસાદ પડી શકે છે.
જયારે 6 જુનના રોજ દમણ-દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ૩૦ થી ૪૦ કીલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે હળવાથી મધ્યમ કાર્સાદ પડી શકે છે. હાલની સ્થિતિ મુજબ ગુજરાત રાજ્યમાં જુનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે.
2 જુન ને આજે ૪૨.૧ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં અન્ય જગ્યાએ જેમ કે, રાજકોટમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન, ભાવનગરમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન, ડીસામાં ૩૯.૧ ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં ૩૮.૩ ડિગ્રી તાપમાન , ગાંધીનગરમાં ૩૮.૨ ડિગ્રી તાપમાન, ભૂજમાં ૩૭.૬ ડિગ્રી તાપમાન, વડોદરમાં ૩૭.૪ ડિગ્રી તાપમાન, સુરતમાં ૩૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે આગામી ૩ દિવસ અમદાવાદમાં ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.