મધ્યપ્રદેશ: બુરહાનપુરની તાપ્તી નદી પર સ્થિત રાજઘાટ પર બે યુવાનો ડૂબી ગયા હતા. બંને અહીં સ્નાન કરવા ગયા હતા. આ દરમિયાન તે ઉંડા પાણીમાં ચાલ્યા ગયા હતા. બંને મૃત્યુ થયા છે. બંને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ હતા. શનિવારે સવારે 9.30 વાગ્યે કૃષ્ણકુમાર બુંદેલા અને શાશ્વત છાબરીયા નદીમાં સ્નાન કરવા ગયા હતા.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, સ્નાન કરતી વખતે તેમનું સંતુલન અચાનક ખોરવાઈ ગયું અને બંને નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્યાં હાજર લોકોને અવાજ પણ ઉઠાવ્યો હતો, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ત્યાં સ્થિત લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજય પાઠક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હોમગાર્ડના જવાનોએ એક કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢયા હતા.
શાશ્વત છાબરીયા પિતા સુધીર છાબરિયાના પરિવારે તેમના પુત્રની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, શાશ્વતની માતા ઇચ્છતી હતી કે, તેના પુત્રની આંખોનું દાન કરવામાં આવે.
બે યુવકોમાંથી એકનું આધાર કાર્ડ અને કપડાં નદી કિનારે મળી આવ્યા હતા. પોલીસે તેને જપ્ત કર્યા હતા. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંજય પાઠકે જણાવ્યું હતું કે, નદીના કિનારે મળેલા બંને આધાર કાર્ડની ઓળખ કરવામાં આવી હતી. બાજુમાં રાખેલા મોબાઈલમાંથી જાણવા મળ્યું હતું કે, બીજા યુવકનું નામ કૃષ્ણ છે. બંને સેવાસદન કોલેજના વિદ્યાર્થીઓ હતા. આ દરમિયાન રાજઘાટ પર લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.