ઓટોરિક્ષા અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 8 મહિલાઓ સહિત 9 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

પશ્ચિમ બંગાળ(West Bengal)ના બીરભૂમ(Birbhum) જિલ્લામાં મંગળવારે બસ અને ઓટોરિક્ષા વચ્ચે જોરદાર ટક્કરમાં નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માત(Accident) નેશનલ હાઈવે-60 પર થયો જ્યારે ઓટોરિક્ષા…

પશ્ચિમ બંગાળ(West Bengal)ના બીરભૂમ(Birbhum) જિલ્લામાં મંગળવારે બસ અને ઓટોરિક્ષા વચ્ચે જોરદાર ટક્કરમાં નવ લોકોના મોત થયા હતા. આ અકસ્માત(Accident) નેશનલ હાઈવે-60 પર થયો જ્યારે ઓટોરિક્ષા અને રાજ્ય પરિવહન બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં આઠ મહિલા મજૂરો સહિત 9 લોકોના મોત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને જાન ગુમાવનારાઓના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં જાન ગુમાવનારાઓના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

અકસ્માત સમયે મુસાફરોથી ભરેલી ઓટોરિક્ષા દક્ષિણ બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસબીએસટીસી)ની બસ સાથે અથડાઈ હતી. બીરભૂમ જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) નાગેન્દ્ર નાથ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે થ્રી-વ્હીલરમાં આઠ મહિલાઓ મુસાફરો હતી અને નવમો પીડિત તેનો ડ્રાઈવર હતો.

તેણે વધુમાં જણાવતા કહ્યું કે, મહિલાઓ ડાંગરના ખેતરમાંથી ઘરે પરત ફરી રહી હતી. એસપીએ કહ્યું કે તેમના મૃતદેહને આરામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બસ આરામબાગથી દુર્ગાપુર જઈ રહી હતી ત્યારે અથડાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *