પિતાની હત્યાનો સાક્ષી બન્યો દીકરો: નિંદ્રાધીન પતિને જીવતો સળગાવી દીધો, દીકરાએ જણાવી રુવાડા ઉભા કરી દેતી આંખોદેખી

એક મહિલાએ તેના પતિને તેના બાળકોની નજર સામે જીવતો સળગાવી(Burned alive)દીધો છે. આ ઘટનાએ ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. પતિ રૂમમાં સૂતો હતો ત્યારે મહિલાએ…

એક મહિલાએ તેના પતિને તેના બાળકોની નજર સામે જીવતો સળગાવી(Burned alive)દીધો છે. આ ઘટનાએ ચારેબાજુ હાહાકાર મચાવી દીધો હતો. પતિ રૂમમાં સૂતો હતો ત્યારે મહિલાએ તેના પર પેટ્રોલ(Petrol) છાંટીને તેને આગ ચાંપી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાનું એક યુવક સાથે અફેર હતું. મહિલા તેના પ્રેમીને મળવા માંગતી હતી. પતિએ વિરોધ કરતાં મહિલાએ આ ખૌફનાક પગલું ભર્યું.

ઘટના સોમવારે સવારે બની હતી. મહિલાનો પતિ 80 ટકા દાઝી ગયો હતો. મંગળવારે સવારે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમનું મુત્યુ નીપજ્યું હતું. પોલીસે આરોપી મહિલાની ગામ નજીકથી અટકાયત પણ કરી છે. પ્રેમીની શોધ ચાલુ છે. ઘટના કોસી કલા શહેરના મીનાનગર ગામની છે.

મમ્મીનો ફોન વ્યસ્ત રહેતો હતો:
પતિ રમણ (35) ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોકરી કરતો હતો. તે તેની પત્ની રેખા (32) અને 3 બાળકો સાથે દિલ્હીમાં રહેતો હતો. પત્નીના અફેર બાદ તે પાછો આવ્યો હતો. રમણના મોટા પુત્ર મયંકે કહ્યું, “અમે 2 વર્ષથી દિલ્હીમાં રહેતા હતા. મમ્મી ત્યાં રહેતા એક અંકલ સાથે મિત્રતા થઇ ગઈ હતી. આ બાબતે પપ્પા ગુસ્સે થઈ જતા હતા. મમ્મીનો ફોન પણ વ્યસ્ત રહેતો હતો. એક વાર ફોનને લઈને ઘરમાં ઝઘડો પણ થયો હતો. આ પછી પપ્પાએ અમને ગામ પાછા મોકલી દીધા હતા.”

આંખો ખોલી, ત્યારે પિતા સળગી રહ્યા હતા:
મયંકે કહ્યું, “થોડા દિવસો પછી પપ્પા પણ પાછા આવ્યા હતા. તે દરરોજ અપડાઉન કરતા હતા. અહીં પણ મમ્મી ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. રવિવારે મોડી રાત્રે ઘરમાં પિતા અને માતા વચ્ચે ઝઘડો થયો હતો. પપ્પા અમારી સાથે રૂમમાં સુતા હતા. સવારે 7 વાગ્યાની આસપાસ અમે અમારી આંખ ખોલી ત્યારે પપ્પા અમારી સામે સળગી રહ્યા હતા. જ્યારે અમે અમારા પિતાને બચાવવા માંગતા હતા ત્યારે મારી માતાએ અમને પણ ધમકી આપી હતી. જ્યારે ધુમાડો વધ્યો ત્યારે તેને બીજા રૂમમાં લઈ જવામાં આવ્યો હતો.

આખા ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો:
મયંકે કહ્યું, “પાપા પણ સળગતા સળગતા રૂમમાંથી દોડીને બહાર આવ્યા. જે બાદ તે નીચે પડી ગયા હતા. તે બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. આવા સમયે ગામના લોકો પણ ઘરની અંદર આવી ગયા હતા. આખા ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. બધા પપ્પાને હોસ્પિટલ લઈ ગયા હતા.

કસ્ટડીમાં મહિલા, પ્રેમીને શોધી રહી છે:
કેસમાં કોતવાલ અનુજ રાણાએ જણાવ્યું હતું કે, “પુત્રની ગવાહીના આધારે મહિલાની અટકાયત કરવામાં આવી છે. નિવેદન નોંધવામાં આવ્યું છે. પ્રેમીની શોધ કરવામાં આવી રહી છે. ગ્રામજનોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *