પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લામાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા સંપર્ક અભિયાનમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.તેમાં સાત કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. બીજેપીએ હિંસક ઘટના માટે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો હતો.
બર્ધમાન જીલ્લાના આસનસોલ સ્થિત જામગ્રામમાં રેલી દરમિયાન બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટની ઘટના અંગે બીજેપી સ્થાનિક નેતાએ આરોપ લગાવ્યા હતા કે, ટીએમસીના કાર્યકર્તાઓએ ફાયરિંગ કર્યુ અને બોમ્બ ફેંક્યા હતા, જેમાં સાત કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ હિંસક ઘટનામાં પોલીસ પાસેથી મદદ માંગવામાં આવી પરંતુ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.
West Bengal: Bomb hurled during a rally in Jamgram, Asansol in Pashchim Bardhaman district
“TMC goons fired & hurled bombs injuring 5-7 people. We’re on our way to the hospital now. Despite asking police for help no steps have been taken,” says local BJP leader Lakhan Ghorui pic.twitter.com/Pm37C295DF
— ANI (@ANI) December 5, 2020
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે પરંતુ એ પહેલા જ બીજેપી અને સત્તાધીશ ટીએમસી વચ્ચે હિંસક ઘર્ષણ વધી રહ્યુ છે. જેમાં બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે ટીએમસીના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે તેઓ આવા કૃત્યોથી દૂર રહે નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle