હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં જયારે ભાજપનાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં ભાજપ માટે એક પડકારજનક સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થતાની સાથે જ સતત હિંસાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
ઉત્તરી 24 પરગણાના જગદલમાં ક્રુડ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 3 લોકો ઘાયલ થયા છે. આપને જણાવી દઈએ કે, હુમલો થયો તે ઘટનાસ્થળ ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘરથી ખુબ પાસે આવેલું છે કે, જેથી ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરવામાં આવશે.
ભાજપ ચૂંટણી પંચ સમક્ષ આ હુમલાની ફરિયાદ કરશે :
બૈરકપુરથી ભાજપના સાંસદ અર્જુન સિંહે કહ્યું હતું કે, એકસાથે 3 લોકોએ તેમના સાથીદારો સાથે મળીને અંદાજે 15 અનેકવિધ સ્થળોએ બોમ્બ ફેંક્યા હતા જેમાં પોલીસ દ્વારા લગાવવામાં CCTV કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી ACP ચૌધરીએ આ હુમલામાં એક બાળક સહિત 3 લોકો ઘાયલ થયા હોવાની જાણ કરી હતી.
TMC એટલે હિંસાનું રાજકારણઃ વિજયવર્ગીય
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગી દ્વારા આ હુમલાના અનુસંધાને TMC ‘હિંસાના રાજકારણનો પર્યાય’ છે તે અર્થનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આચારસંહિતાનો અમલ થયા પછી પણ અસામાજિક તત્વો દ્વારા બોમ્બમારો શરુ છે. ચૂંટણી પંચ દ્વારા આ ઘટનાને ચેતવણી તરીકે લેવી જોઈએ નહીં તો મતદાન શાંતિપૂર્ણ રીતે થશે કે નહીં તે પણ શંકા રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle