પશ્ચિમ બંગાળના હાવડા માં lockdown પાલન કરાવવાની કોશિશ કરી રહેલા પોલીસ કર્મીઓ પર સ્થાનિય લોકોએ હુમલો કરી દેતા બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા છે. આ ઘટના હાવડા ના ટિકિયાપાડા વિસ્તારની છે. જ્યાં મોટા ટોળાએ પોલીસ કર્મીઓ અને રેપીડ એક્શન ફોર્સના જવાનો પર હુમલો કર્યો હતો.
પોલીસને સૂચના મળી હતી કે મુસ્લિમ વિસ્તારમાં lockdown અને સોશિયલ distance ના નિયમો નું ઉલ્લંઘન થઇ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો બજારમાં ફરી રહ્યા છે. આ સૂચના મળ્યા બાદ પોલીસ અને રેપીડ એક્શન ફોર્સના કેટલાક જવાનો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે ત્યાં જઈને લોકોને ઘરે જવાની અપીલ કરી, ત્યારે ભીડે તેમના પર પથ્થરમારો કર્યો અને અમુક પોલીસ કર્મીઓને માર પણ માર્યો. આ ટોળાએ અહીં જ નહીં અટકતાં પોલીસની બે ગાડીઓને પણ ભારે નુકશાન કર્યું.
આ ઘટનાના વિડીયો વાયરલ થતા દેશભરમાં રોષ નો માહોલ છે. પોલીસે જણાવ્યું કે બે ઘાયલ પોલીસ કર્મીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અને રેપિડ એક્શન ફોર્સને પોલીસ કર્મીઓને મોટો કાફલો ઘટનાસ્થળે મોકલી દેવામાં આવ્યો છે.
#WATCH: A crowd, which had gathered at a market place in Tikiapara of Howrah today – defying the lockdown, attacked Police personnel & pelted stones at them when they asked the crowd to return to their homes. 2 police personnel injured. #WestBengal (Video source: Amateur video) pic.twitter.com/EAZbm5wWlc
— ANI (@ANI) April 28, 2020
તમને જણાવી દઈએ કે હાવડા પશ્ચિમ બંગાળના એ 4 જીલ્લો માંથી એક છે. જ્યાં કોરોના રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને પશ્ચિમ બંગાળના ૭૫ ટકા કેસ આ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. અન્ય ત્રણ જિલ્લાઓ કલકત્તા, પૂર્વી મીદનાપુર અને 24 ઉત્તર પરગણા છે.
હાવડાના ધારાસભ્ય અને મમતા બેનર્જી સરકારમાં મંત્રી પદ ભોગવતા રાજીવ બેનર્જીએ કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા કરવામાં સામેલ દોષિતો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પશ્ચિમ બંગાળ ભાજપ દ્વારા ટ્વીટ કરીને મમતા સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે અને મમતા બેનરજીને તૃષ્ટિકરણ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news