CRPF ના એક જવાનનું કોરોનાથી મૃત્યુ, બીજા 45 જવાનોને લાગ્યો ચેપ- જાણો વધુ

દિલ્હીના મયુર વિહારમાં ફરજ ઉપર સીઆરપીએફના 31મી બટાલીયનમાં કોરોનાવાયરસ ના કારણે મંગળવારે એક જવાનનું મૃત્યુ થયું છે. આ બટાલિયનના 45 જવાનો સંક્રમિત થઈ ગયા. જેના…

દિલ્હીના મયુર વિહારમાં ફરજ ઉપર સીઆરપીએફના 31મી બટાલીયનમાં કોરોનાવાયરસ ના કારણે મંગળવારે એક જવાનનું મૃત્યુ થયું છે. આ બટાલિયનના 45 જવાનો સંક્રમિત થઈ ગયા. જેના પગલે હવે આખા બટાલિયનને કવારન્ટિંન કરી બધાની તપાસ કરવામાં આવી રહી છે. મંગળવારે દિલ્હીમાં ફરજ પર સીઆરપીએફના ૫૫ વર્ષના એક સબ ઈન્સ્પેક્ટરનું સફદરગંજ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. અસમનો રહેવાસી આ સબ ઇન્સ્પેક્ટર ડાયાબીટીસ અને હાઇપરટેન્શનનો દર્દી હતો.

આ સબ ઇન્સ્પેક્ટર સહિત 31 બટાલિયનના બાકીના જવાનોને કોરોના દર્દી થયા જ્યારે કોરોના થી સંક્રમિત લોકોના ફરજ ઉપર 162 બટાલિયનના પેરામેડિકલ સ્ટાફ ના સંપર્કમાં આવ્યા. આ મેડિકલ સ્ટાફ રજા ઉપર પોતાના ઘરે નોઈડા આવ્યો હતો.

પરંતુ જ્યારે અચાનક lockdown નું એલાન થયું તો રજા પર ગયેલા જવાનોને આદેશ આપવામાં આવ્યો કે હવે તમે જ્યાં છો ત્યાં જ રહો પરંતુ મેડિકલ સ્ટાફ માટે કહેવામાં આવ્યું કે જો શક્ય હોય તો તમારા ઘરની આસપાસ ૧૫થી ૨૦ કિમીના અંતરમાં કોઈ યુનિટ હોય તો ત્યાં જોઈન્ટ કરી લો. જેથી પરિસ્થિતિ જો ખરાબ થાય તો તેમની સેવાઓ લઈ શકાય.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટિ્‌વટરના મોત પર ટિ્‌વટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે, સૂત્રોએ જણાવ્યું છે કે MHA ના ટોચના અધિકારીઓએ અ ઘટનાની નોંધ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *