આ 2002ના ગુજરાતના બે મુખ્ય ચહેરા છે. હિન્દુ અશોક મોચીની તે સમયે યુવાન હતી અને તેમને હિન્દુત્વનો નશો ચડેલો હતો તે સમયે હાથમાં ખુલ્લી તલવાર લઈને ગુજરાતના સીએમ મોદી અને મુખ્યમંત્રી શાહ વિરોધ નીકળી પડ્યા હતા. માથામાં કેસરી સાફો અને હાથમાં લોખંડના સળિયા લઈને 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડમાં હુમલાખોરોનો ચહેરો બનેલા અશોક મોચીએ હવે નવી શરૂઆત કરી છે. 45 વર્ષીય અશોક પરમાર ઉર્ફે અશોક મોચીએ પગરખાની દુકાન ખોલી છે. ખાસ વાત એ છે કે, આ દુકાનનું ઉદ્ઘાટન કરવા માટે ગોધરાકાંડમાં પીડિતોના ચહેરા બનેલા કુતુબુદ્દીન અન્સારી પહોંચ્યા હતા.
17 વર્ષ પહેલા 45 વર્ષીય અશોક પરમારનો ચેહરો 2002ના ગુજરાત રમખાણોનું પ્રતીક બની ગયો હતો. તે સમયે માથા પર કેસરી કપડુ બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમારની તોફાનોની ભયાનકતા કહેવા માટે અશોક પરમારની આંખો પૂરતી હતી. તે જ સમયે, કુતુબુદ્દીન અન્સારીની રડતી આંખો અને હાથ જોડીને જોઈને બધા કંપી ઉઠ્યા હતા. ગોધરાકાંડ દરમિયાન, 28 ફેબ્રુઆરી 2002ના રોજ અન્સારીનો માફી માંગતો ફોટો ખૂબ વાયરલ થયો હતો. જાણીતું છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન અશોક મોચી અને કુતુબુદ્દીન અન્સારીએ સાથે કેરલમાં ડાબેરી પક્ષના ઉમેદવાર પી. જયરાજન માટે પ્રચાર કર્યો હતો.
તોફાને મને સારો મિત્ર આપ્યો: અશોક
2002ના તોફોના અંગે કુતબુદ્દીન અન્સારીના અનુભવો વિશેના પુસ્તકનું કેરાલામાં યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં અશોક મોચીને આમંત્રણ અપાયું હતુ. અશોકે કહ્યું કે, મે કુતુબભાઈના પુસ્તકનું વિમોચન કર્યુ હતુ. હવે ઈશ્વરે મને તક આપી ત્યારે મે તેમના હાથે જ મારી દુકાનનું ઉદ્દઘાટન કરાયું છે. મને ગોધરાના તોફાનોએ એક સારો હિતેચ્છું મિત્ર આપ્યો છે.
કુતુબુદ્દીન અન્સારી ‘એકતા ચપ્પલ ઘર’ ના પહેલા ગ્રાહક છે.
2017 માં, અશોક ‘દલિત આઝાદી કૂચ’ નામની પાર્ટીમાં જોડાયા. અશોકે કહ્યું કે દલિતો સાથે ક્યારેય ન્યાય નથી થયો. હવે સમય છે દલિતો માટે કામ કરવાનો. આ જ 2002 ના ગુજરાત રમખાણોની તસવીરને કારણે પોલીસે અશોકને પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ અશોકે પોલીસને કહ્યું હતું કે રમખાણો દરમિયાન કોઈએ તેને લોખંડનો સળિયો આપ્યો હતો અને હિન્દુઓનો બદલો લેવા કહ્યું હતું. પરંતુ અશોક કહે છે કે માત્ર તેમનો ફોટો જ આક્રોશ સાથે આવ્યો હતો. પરંતુ અશોકે કોઈની હત્યા કરી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.