આજના ટેક્નોલોજી યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમયે મહિલાઓ માટેના માસિક સ્ત્રાવ(પિરિયડ્સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધન ઉપલબ્ધ ન હતા. તેમજ માસિક દરમિયાન મહિલાઓના પુણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ વિસ્તારોમાં સારી એવી જાગૃતા આણી હતી. જેથી પેડની ખપત વધી હતી અને તેના ડામ પણ વધુ હોવાથી આર્થિક નબળી સ્થિતિ ધરાવતી મહિલાઓને પેડ પણ પોસાતુ નથી.
પેડના વિકલ્પ રૂપે હાલમાં ‘મેન્સ્ટ્રુઅલ પ્યોર ક્પ્સ’ બજારમાં આવી પહોંચ્યા છે જે મહિલાઓને વાર્ષિક રૂ.૨૦ હજારથી વધુની બચત કરાવે છે. તેમજ આ કબ્સ રી-યુઝેબલ, વોશેબલ, ફલેક્સિબલ અને દસ વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા કરવામાં આવતી સ્વિમિગ, સાઇકલિંગ અને રનિંગ જેવી અનેક પ્રવૃતિઓમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ત્યારે ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા સુરતના સરસાણા ખાતે સ્માર્ટ સિટી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સથી સલગ્ન બનાવવામાં આવેલ પેવેલિયનમાં રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીનું વિઝન વધારવા સમિટમાં મુખ્ય પાંચ થીમ્સ એટલે કે, પબ્લિક સ્પેસ, ડિજિટલ ગવર્નન્સ, ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ, ઈનોવેશન અને સ્માર્ટ ફાઇનાન્સના વિવિધ પ્રોજેક્ટના મોડેલની કૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી.
અત્રે ઉલ્લેનીય છે કે, એફ.ડી.એ.(ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા મંજૂર 100% મેડિકલ ગ્રેડ પ્યોર ક્પ્સ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, જે જર્મનીથી આયાત કરાતા સિલિકોનમાંથી બનાવવામાં આવે છે, પ્યોર કપ ઝેર અને લેટેક્સ મુક્ત છે જેનો ઉપયોગ તમામ ઉંમરના કિશોરીઓ અને મહિલાઓ કરી શકે છે. તે નાના, મધ્યમ અને મોટા કદના તથા લાલ, ગુલાબી અને પારદર્શક (ટ્રાન્સપેરેન્ટ) કલરમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય સિલિકોન, રબર કે લેટેક્સથી બનેલી નાની કપના આકારની વસ્તુ મહિલાઓના જીવનમાં ધીરે-ધીરે સેનિટરી પેડની જગ્યા લઈ રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે પેડ માત્ર એક જ વખત ઉપયોગમાં લેવાય છે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કબ્સ ટકાઉ હોય છે તેમજ માસિક સ્રાવ દરમિયાન પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક રસાયણો શરીરથી દૂર છે અને મહિલાના જનનાંગમાં કોઈ તકલીફ પેદા કરતું નથી. જેના કારણે પણ તે વધુ પ્રચલિત છે.
મેન્સ્ટ્રુઅલ કબ્સના ફાયદા:
તબીબોની સલાહ પ્રમાણે મેન્સ્ટ્રુઅલ કબ્સનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે એક સ્થાયી પ્રકૃતિની વસ્તુ છે. કોઈ મહિલાને સમગ્ર જીવનમાં અંદાજે 450 વખત માસિક આવે છે. તેનો અર્થ એ છે કે, એક મહિલા જિંદગીમાં અંદાજે ૭,૨૦૦ સેનેટરી પેડનો ઉપયોગ કરશે. જ્યારે મેન્સ્ટ્રુઅલ કબ્સનો ફાયદો એ છે કે, એક કબ્સ ત્રણથી લઈને દસ વર્ષ સુધી ચાલે છે. તેનો વધુ એક ફાયદો એ છે કે તેના દ્વારા બનતું વેક્યૂમ લોહીને હવાના સંપર્કમાં આવવા દેતું નથી, જેથી આ દરમિયાન અંતઃવસ્ત્રોમાંથી ગંધ આવતી નથી.
મેન્સ્ટ્રુઅલ કબ્સને સાફ કઈ રીતે કરવો:
પહેલી વખત ઉપયોગ કરતા પહેલાં મેન્સ્ટ્રુઅલ કપને ગરમ પાણીથી શુદ્ધ કરવો જોઈએ, જેથી તે સુરક્ષિત થઈ જાય. ઘણી કંપનીઓ તેના માટે ખાસ પ્રકારના કન્ટેનર પણ આપે છે. માસિક દરમિયાન જ્યારે તેનો વારંવાર ઉપયોગ કરવાનો થાય છે, ત્યારે તેને પાણી અને સાબુથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે અને માસિક પૂર્ણ થયા બાદ તેને ફરીથી ગરમ પાણીથી સાફ કરીને મૂકી દેવો જોઈએ. જ્યારે તેને ઉપયોગમાં ન લેવાનો હોય, ત્યારે કાપડની થેલીમાં બંધ કરીને રાખવો જોઈએ. ફરી જ્યારે માસિક શરૂ થાય ત્યારે ઉપયોગ કરતા પહેલાં તેને ગરમ પાણીથી શુદ્ધ કરવો જોઈએ.
મેન્સ્ટ્રુઅલ કબ્સ લગાવેલો હોય ત્યારે શું કરવું અને શું ન કરવું:
સામાન્ય રીતે મેન્સ્ટ્રુઅલ કબ્સ લગાવ્યો હોય ત્યારે કોઈ તકલીફ પડતી નથી, પરંતુ જો પ્રેશર લાગતું હોય તો તેનો અર્થ એ છે કે કબ્સને જનનાંગમાં અંદર નાંખવો જોઈએ. જો કોઈ મહિલાએ ગર્ભાશયમાં આઈયૂડી લગાવેલ હોય તો તેમને પણ આ કબ્સના ઉપયોગમાં સમસ્યા ઉદ્દભવતી નથી. કારણ કે આઈયૂડી એ ગર્ભાશયમાં હોય છે, જ્યારે મેન્સ્ટ્રુઅલ કબ્સને જનનાંગમાં લગાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.