ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો નિયમ માત્ર જનતા માટે જ ઘડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું પાલન કરવાની જવાબદારી જેમની છે તે પોલીસ અધિકારી જ દારૂના કાળા ગોરખ ધંધાઓમાં સપડાયેલા હોવાની ઘટના કડી પોલીસ સ્ટેશનમાંથી સામે આવ્યો છે. એક બાજુ લોકડાઉનની પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ બની ફરજપરસ્ત પોલીસ ઉપર લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે.
ત્યારે બીજીબાજુ કડી પોલીસની આવી હરકતથી સમગ્ર પોલીસનું માથુ શરમથી ઝુકી ગયું છે. લોકડાઉનના કારણે વિદેશીદારૂ ન મળતા કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જ બુટલેગરો સાથે મળીને પોલીસ સ્ટેશનમાંથી દારૂનો વેપાર શરૂ કર્યો હતો. જે અંગેની બાતમી આધારે બુધવારે સાંજે ડીઆઇજીની સૂચના આધારે ગાંધીનગર પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં પોલીસસ્અટેશનમાં ફડાતફડી મચી ગઈ હતી.
અંદાજિત સાત લાખની કિંમતનો દારૂ મળી આવ્યો
ગોડાઉનમાં સાત વિદેશી દારુના સાત કન્ટેનર પડેલા હતા. જેમાંથી 100 પેટી એટલે કે, અંદાજિત સાત લાખની કિંમતનો દારૂ ગોડાઉનમાંથી કાઢીને પોલીસ સ્ટેશન પાછલ રહેતા કોન્સ્ટેબલના ઘરમાં છૂપાવ્યો હતો. જો કે આ વાતની જાણ થતા દારુનો જથ્થો કડી કેનાલમાં ફેક્યો હોવાની શંકા સેવાઇ રહી છે. કડી પોલીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલતાં તેમના આદેશને પગલે પોલીસે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાની મદદથી નરસિંહપુરા નર્મદા કેનાલમાંથી દારૂ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
વિદેશી દારૂની ખાલી પેટીઓ અને ખોખા મળી આવ્યા
આ દરમિયાન, કેનાલ નજીક બાવળની ઝાડીઓમાંથી વિદેશી દારૂની ખાલી પેટીઓ અને ખોખા મળી આવતાં પોલીસે કબજે કર્યા હતા. આ ઉપરાંત, મહેસાણા એસપી મનિષસિંઘે જણાવ્યું કે, મને ધ્યાને આવતાં આઇજીનું ધ્યાન દોર્યું હતું. તેમણે મને તપાસ કરવા કહ્યું, પણ તટસ્થ તપાસ થાય તે માટે મેં જ થર્ડ પાર્ટીને સોંપવા કહ્યું હતું. તપાસમાં કસુરવાર જણાશે તે તમામ સામે ચોક્કસ પગલાં લઇશું.
મળતી માહિતી અનુસાર, દારૂના વેચાણમાં પોલીસ સામે આક્ષેપો સાથેની ફરિયાદ મળી હતી. જેની તપાસ હાલમાં ચાલુ છે. દારૂ કેનાલમાં નાખ્યાની તપાસ માટે ફાયર બ્રિગેડની મદદ લેવાઇ છે, પણ હજુ સુધી કંઇ મળ્યું નથી. – મયુરસિંહ ચાવડા, એસપી ગાંધીનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news