ત્રણ મિત્રો સાથે ફરવા નીકળ્યા પરંતુ ઘરે પહોચ્યા ત્રણેયના મૃતદેહ- સમગ્ર પંથકમાં છવાયો દુઃખનો માહોલ

હરિયાણા: હાલમાં હરિયાણાના કરનાલમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં થયું એવું કે એકસાથે એક જ ગામના ત્રણ બાળપણના મિત્રોના મોત નીપજ્યા છે. જાણવા મળ્યું છે કે, આ ત્રણેય યુવકોની ઉંમર 22 થી 23 વર્ષની વચ્ચે હતી. ત્રણેય મૃત્યુ પામેલા મિત્રોમાં બે તો સગા ભાઈ જ હતા.

એક સવારે ત્રણેય મિત્રો અક્ષય, બંટી અને રવિન્દ્રના મૃતદેહ મળી આવ્યા હતા. પરંતુ, હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમનો અકસ્માત કઈ રીતે થયો હતો. કારણ કે, ત્રણેયના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને ત્રણેય મિત્રોના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ત્રણેય મિત્રો સાંજે એક સાથે શહેરમાં ફરવા માટે ગયા હતા. મોડી રાતે પણ ઘરે ન આવતા પરિવારના સભ્યોને તેમની ચિંતા થવા ન લાગી અને પરિવારના સભ્યોએ ત્રણેય મિત્રોની શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ, ત્રણેય ન મળતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસને ત્રણેય મિત્રોની જાણ થતા પરિવારને જાણ કરવામાં આવી હતી.

આ દરમિયાન, ત્રણેય મિત્રોના પરિવારોએ ઘટના સ્થળે જઈને જોયું તો તેમના દીકરાઓના મોત નીપજ્યા હતા. આ જોઈને ત્રણેયના પરિવાર દુઃખી થઈને રડી પડ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ ત્રણેય યુવકોના મૃત્યુની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. આ ત્રણેય મિત્રો ઘરે પાર્ટી કરવાનું કહીને ગયા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, તેમના માટે તે પાર્ટી જીવનની છેલ્લી પાર્ટી બની ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *