મૃત્યુ બાદ શું થાય છે તે જાણવા વિદ્યાર્થીનીએ કાપી નાખી પોતાના હાથની નસ, જાણો વિગતે

Maharashtra News: નાગપુર જિલ્લાના ધંધોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમે સુસાઇડ કરવાના ઘણા કારણો સાંભળ્યા હશે, પરંતુ આત્મહત્યાનું (Maharashtra News) આ કારણ જાણી તમારા રુવાડા બેઠા થઈ જશે. અહીંયા એક 17 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના જ હાથની નસ કાપી આત્મહત્યા કરી છે. તેના આત્મહત્યા પાછળનું કારણ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે તે જાણવા માંગતી હતી કે મૃત્યુ બાદ શું થાય છે?

એકની એક દીકરી હતી
પોલીસ પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર નાગપુરના રીંગરોડ પર રહેતા 17 વર્ષની એક છોકરીએ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીનીએ ચાકુથી પોતાનું કાંડુ કાપી આત્મહત્યા કરી લીધી છે. પોલીસનો દાવો છે કે વિદ્યાર્થીનીના રૂમમાંથી એક ચાકુ મળી આવ્યું છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેને ઓનલાઇન મંગાવવામાં આવ્યું હશે. સાયબર એક્સપર્ટ વિદ્યાર્થીનીના મોબાઈલની તપાસ કરી રહ્યા છે.

રાત્રે કરી આત્મહત્યા
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીએ આત્મહત્યા રવિવારની રાત્રીએ કરી હતી. સોમવારે જ્યારે તેની માતા તેને જગાડવા માટે ગઈ તો રૂમમાં તે લોહીથી લથબથ હાલતમાં બેડ પર પડી હતી. આ જોઈ માતાની ચીસ પડી ગઈ હતી. તે અવાજ સાંભળી વિદ્યાર્થીનેના પિતા પણ રૂમમાં આવ્યા હતા. દીકરીની આવી હાલત જોઈ તેમની પણ ખરાબ હાલત થઈ હતી.

Google પર જાણવાનો કર્યો હતો પ્રયાસ
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર વિદ્યાર્થીનીને લગભગ 10 થી 12 વિદેશી લેંગ્વેજ પણ આવડતી હતી. તે અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી. તેનો પરિવાર થોડા મહિના પહેલાં જ નાગપુર આવ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર વિદ્યાર્થીની google પર મૃત્યુ બાદ શું થાય છે તે જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. છેલ્લા ઘણા દિવસથી તે આ વિશે જાણવા પ્રયત્ન કરતી હતી આવી વાત તેના મોબાઈલની તપાસ કર્યા બાદ સામે આવી છે. હાલમાં પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી લીધો છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે.