16 સપ્ટેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.

મેષ રાશી ભવિષ્ય મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર…

મેષ રાશી ભવિષ્ય

મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. નવી વિચારોને કસોટીની એરણ પર મુકવા માટે શ્રેષ્ઠ દિવસ. આજે તમારા કામની સરાહના થશે.

વૃષભ રાશી ભવિષ્ય

જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

મિથુન રાશી ભવિષ્ય 

ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

કર્ક રાશી ભવિષ્ય

ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે અને શક્ય હોય તો ધૂમ્રપાન કરતા મિત્ર સાથે ઊભાં ન રહો કેમ કે તે તમારા ભાવિ બાળક માટે જોખમી પુરવાર થઈ શકે છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. નોકરો,સહકર્મચારીઓ તથા સાથીઓ સાથે સમસ્યાઓ નકારી શકાય નહીં. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

સિંહ રાશી ભવિષ્ય

આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

કન્યા રાશી ભવિષ્ય

તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

તુલા રાશી ભવિષ્ય

વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે. તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. રૉમાન્સ માટે સારો દિવસ. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

વૃશ્ચિક રાશી ભવિષ્ય

સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

ધન રાશી ભવિષ્ય 

તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

મકર રાશી ભવિષ્ય

આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે. તમે જો તમારૂં કૌશલ્ય તથા પ્રતિભા યોગ્ય લોકોને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર છબિ નવી અને સારી થઈ જશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે.

કુંભ રાશી ભવિષ્ય

આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે. પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો. માર્કેટિંગ ક્ષેત્રે જોડાવાની લાંબા સમયની મહેચ્છા સાકાર થવાની શક્યતા છે. આ બાબત તમને અપાર આનંદ આપશે તથા નોકરી મેળવવા માટેના પ્રયાસના ગાળામાં તમને સહેવી પડેલી તમામ તકલીફો દૂર કરશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

મીન રાશી ભવિષ્ય

વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *