ધનતેરસના દિવસે શું ખરીદવું અને શું ના ખરીદવું? જાણી લો રાતોરાત થઇ જશો માલામાલ

Dhanteras 2023: ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસ પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 10 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ(Dhanteras…

Dhanteras 2023: ધનતેરસથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસ પર દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 10 નવેમ્બર, શુક્રવારે ધનતેરસ(Dhanteras 2023)ની ઉજવણી કરવામાં આવશે. કુબેરજીને ખુશ કરવા માટે લોકો ધનતેરસ પર ઘણી વસ્તુઓ ખરીદે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.

પચંગ મુજબ આ દિવસ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે. આ દિવસે લોકો વાસણ, ઘર, વાહન, ગેજેટ્સ અને જ્વેલરીની ખરીદી કરે છે. આ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેને ધનતેરસ(Dhanteras 2023) પર ખરીદવી શુભ માનવામાં આવે છે. પરંતુ આ વસ્તુઓ સિવાય પણ ઘણી એવી વસ્તુઓ છે જેને ધનતેરસ(Dhanteras 2023) પર ખરીદવી શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે શું ખરીદવું?

10 નવેમ્બરના દિવસે શુભ મુહૂર્ત દરમિયાન સોના ચાંદીની ખરીદી કરવાથી આખા વર્ષ દરમિયાન લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે.

ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં વાસણ, કુબેર યંત્ર, પિત્તળના હાથી પણ ઘરે લાવી શકાય છે.

ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં સાવરણી ખરીદવી તે પણ શુભ માનવામાં આવે છે અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે.

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે અને મા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકે છે.અને એવું પણ કહેવામાં આવે છે કે ધનતેરસના દિવસે ભૂલથી પણ 1 સાવરણી ન ખરીદવી જોઈએ.

ધનતેરસના દિવસે 3, 5 અને 7 સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે દિવાળીના દિવસે ધનતેરસના દિવસે લેવામાં આવેલી સાવરણીથી મંદિર સાફ કરવું સૌથી શુભ માનવામાં આવે છે. તેનાથી ધન-ધાન્યમાં વધારો થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ બની રહે છે.

ધનતેરસના દિવસે શું ના ખરીદવું?

ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાથી ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે.

માન્યતા અનુસાર, ધનતેરસના દિવસે લોખંડ અને કાચની વસ્તુ ના ખરીદવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *