Dhanteras 2023: આ વર્ષે ક્યારે છે ધનતેરસ? જાણો યોગ્ય તિથિ, પૂજા માટે શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Dhanteras 2023 Date and Time: હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખુબ મહત્વ છે. આ દિવસથી જ પાંચ દિવસ સુધીના દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસના દિવસે ધન્વંતરિ, કુબેર…

Dhanteras 2023 Date and Time: હિન્દુ ધર્મમાં ધનતેરસનું ખુબ મહત્વ છે. આ દિવસથી જ પાંચ દિવસ સુધીના દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. ધનતેરસના દિવસે ધન્વંતરિ, કુબેર દેવતા, લક્ષ્મી માતા અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે એવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. ધનતેરસના દિવસે ખરીદીના શુભ મુહૂર્ત(Dhanteras 2023 Date and Time)માં સોના ચાંદી અને પીતળ અથવા તાંબાના વાસણ ખરીદવું ખુબ શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ધન સંપત્તિમાં 13 ગણી વધુ બરકત આવે છે.

લક્ષ્મીની ઉપાસનાનું પર્વ એટલે ધનતેરસ. ધનતેરસે સંધ્યાટાણે કે યોગ્યમુહૂર્તમાં ધનના પ્રતીકરૂપે સોના-ચાંદીના સિક્કા ધોવમાં આવે છે, એ રીતે ધનની પૂજા કરાય છે. જે આપ સૌ કોઈ જાણતા હશો અને મિત્રો ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી. ધનતેરશે લક્ષ્મીજીની પૂજા થાય છે અને સરસ્વતીજીની પણ પૂજા થાય છે. વ્યાપારીવર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડા સાછે છે, તેથી તે વર્ગ ચોપડાનું પૂજન કરે છે અને ગુરુકુળો વગેરેમાં વિદ્યાના ઉપાસકો પુસ્તોકોનું પૂજન કરે છે.

ધનતેરસના દિવસે પૂજા કરતી વખતે બાજઠના ચારખૂણે મીઠાસના પ્રતીક રૂપે શેરડીના સાંઠા બંધાય છે. બાજઠ ઉપર લક્ષ્મી-ગણપતિ-ઈષ્ટદેવની મૂર્તિઓ મૂકી તેનું પૂજન કરાય છે. બાજઠની બાજુમાં મૂકેલા ચોપડાઓમાં સાથિયા પૂરી કંકુના ચાંદલા કરાય છે. નવા ખરીદેલા દરેક ચોપડામાં શ્રી૧। લખીને આગલા વર્ષના સરવૈયા સંબંધી બે ત્રણ લીટીઓ લખાય છે. ચોપડાઓનું પૂજન કરાય. પૂજનના પંચામૃતનું પાન કરાય છે. રાત્રે ચોપડા ખૂલ્લા મૂકાય. લાભપાંચમે ફરી પૂજા કરીને તેમાં હિસાબ કિતાબ લખવાનો આરંભ કરાય છે.

આ ઉપરાંત જો વાત કરીએ તો ‘વિષ્ણુપુરાણ’ પ્રમાણે દેવ-દાનવોએ સમુદ્રનું મંથન કર્યું, તો એમાંથી અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ, ધનતેરસનાં અધિષ્ઠાત્રી ધનની દેવી લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમંથનથી થઈ છે. તો હિન્દુ ધર્મમાં ધનતેરસના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સોનું, ચાંદી, કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર અનુસાર, ધનતેરસનો તહેવાર કારતક મહિનાની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે ત્રયોદશી તિથિ 10 નવેમ્બરના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થઈ રહી છે અને 11 નવેમ્બરે બપોરે 01:57 વાગ્યે સમાપ્ત થઈ રહી છે.

10 નવેમ્બરને શુક્રવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ખરીદીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. અને આસો વદ-12ને શુક્રવાર તા. 10-11-2023ના રોજ બપોરે 12.34 કલાક મિનિટ સુધી વાઘ બારસ છે. ત્યારબાદ ઘનતેરસ છે. માટે શુભમુહૂર્તોની જો વાત કરીએ તો બપોરે 12.34 વાગ્યાથી 1.44 વાગ્યા સુધી શુભ ચોઘડિયું છે અને સાંજે 4.44 કલાક મિનિટથી 6-14 કલાક મિનિટ સુધી ચલ ચોઘડીયું છે તથા રાત્રિના 9.14 કલાક મિનિટથી 10.44 કલાક મિનિટ સુધી લાભ ચોઘડીયુ છે માટે આ શુભમુહૂર્તમાં લક્ષ્મીપૂજન, ધનવંતરી પુજન, ગાદીબિછાવવી તથા ચોપડા ખરીદવા વગેરે શુભ મુહૂર્તો થઇ શકે છે આ ઉપરાંતનું ધનતેરસ પૂજા મુહૂર્ત – સાંજે 06:20 થી 08:20 સુધી રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *