કાળી ચૌદશ દરમિયાન શું કરવું જોઈએ અને શું ના કરવું? માતાજીની કૃપાથી આખા વર્ષ દરમ્યાન નહિ કરવો પડે મુશ્કેલીનો સામનો

KALI CHAUDAS 2023: કાળી ચૌદશનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલા અને નરક ચતુર્દશીના દિવસે…

KALI CHAUDAS 2023: કાળી ચૌદશનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. કાળી ચૌદશ દિવાળીના એક દિવસ પહેલા અને નરક ચતુર્દશીના દિવસે આવે છે. આ દિવસે ચૌદશ અને નાની દિવાળી એકસાથે ઉજવવામાં આવે છે. આ દિવસે મહાકાળીની પૂજા કરવામાં આવે છે. આ ચૌદમો દિવસ માતા કાલીને સમર્પિત છે. બંગાળમાં મુખ્યત્વે કાલી ચૌદશ(KALI CHAUDAS 2023) માતા કાલીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કારતક માસની અમાવસ્યા તિથિ પર દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મોટાભાગના ભક્તો દેવી લક્ષ્મીની પૂજા કરે છે, પરંતુ દિવાળીના એક દિવસ પહેલા, એટલે કે કાળી ચૌદશે કાલી માતાની પૂજા કરવાની પરંપરા છે. આ વર્ષે કાળી ચૌદશ 11 નવેમ્બરે ઊજવવામાં આવશે. મોટાભાગની દિવાળી પૂજા અને કાલી પૂજા સામાન્ય રીતે એક જ દિવસે થાય છે. પંચાંગ અનુસાર, જે દિવસે મધ્યરાત્રિ દરમિયાન અમાવસ્યા હોય તે દિવસે કાલી પૂજા કરવામાં આવે છે.  આ દિવસે સવારે શરીર પર ચંદન લગાવવાનું અને તેલની માલિશ કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારબાદ સાંજે યમદીપ પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી વ્યક્તિને સૌંદર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.

કાળી ચૌદશ(KALI CHAUDAS 2023)ના દિવસે માતા કાલીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. ઘણી જગ્યાએ કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભક્તિભાવથી પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી જીવનની મુશ્કેલીઓ અને ખરાબ કાર્યોમાંથી મુક્તિ મળે છે. કાળી ચૌદશના દિવસે ઘરમાં દરેક જગ્યાએ યમ માટે દીવા પ્રગટાવવામાં આવે છે અને યમરાજ માટે દીવા દાન કરવાની પણ પરંપરા છે. આ દિવસ બધી નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

કાળી ચૌદશના(KALI CHAUDAS 2023) દિવસે કરો આ કામ

ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.

ઘરમાં તૂટેલી વસ્તુઓ નરકનું પ્રતીક માનવામાં આવે છે.

નકામી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

સ્નાન કર્યા પછી કપાળ પર તિલક લગાવીને પૂજા કરવી જોઈએ.

હનુમાનજીનો જન્મ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયો હતો. તેથી આ દિવસે બજરંગ બલીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.

નરક ચતુર્દશીના દિવસે સાંજે 14 દીવા પ્રગટાવવાની પરંપરા છે.

સૂર્યોદય પહેલા સ્નાન કર્યા બાદ ઘરની બહાર નાળા પાસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ.

સાંજે દક્ષિણ દિશા તરફ મુખ કરીને ચૌમુખ દીવો પ્રગટાવવો જોઈએ.

કાળી ચૌદશના(KALI CHAUDAS 2023) દિવસે ભુલથી પણ ન કરતા આ કામ

ભૂલથી પણ કોઈ જીવની હત્યા ન કરવી.

આ દિવસે દક્ષિણ દિશા ગંદી ન હોવી જોઈએ.

દક્ષિણ દિશામાં ગંદકી હોવાના કારણે પૂર્વજો ક્રોધિત રહે છે.

કાળી ચૌદશના દિવસે તલના તેલનું દાન ન કરવું જોઈએ.

આ દિવસે સાવરણી ભૂલીથી પણ પગ ન મારવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *