if a bank does-not change 2000 rupee: RBIએ 2000 રૂપિયાની નોટ પરત લેવાનો નિર્ણય લીધો છે, આરબીઆઈના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશન (Indian 2000-rupee note circulation) થી બહાર કરવામાં આવશે. સાથે જ રિઝર્વ બેન્કે (Reserve Bank of India) તમામ અન્ય બેંકોને આદેશ કર્યો છે કે, હવેથી 2000 રૂપિયાની નોટ કોઈને આપે નહીં.
ત્યારે હાલમાં બજારમાં ઉપલબ્ધ રૂપિયા 2000ની નોટ 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. સમાચાર એજન્સી ANIના જણાવતા અનુસાર 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે.
લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિનો સમય પૂરતો છે તેવી આશા આરબીઆઈને છે. હાલ 2000ની જે નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધી તે નોટ બેંકોને પરત કરવામાં આવશે. આ RBIની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
RBIએ એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને તેમાં જણાવ્યું છે કે 2000 રૂપિયાની નોટ ને બદલવા માટે કોઈ પણ પ્રકારની રોકટોક નથી. તારીખ 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકો કોઈ પણ બેંકની કોઈપણ શાખામાં જઈને નોટની બદલી કરી શકે છે. વધુ માં જણાવ્યું હતું કે, આ અંગે વધુ નિયમ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વારમાં એક વ્યક્તિ 20 હજાર રૂપિયા ના મૂલ્ય સુધીની 2000 ની નોટ આરામથી બદલી શકે છે. આરબીઆઈએ એ પણ જણાવ્યું છે કે, કોઈપણ બેંકમાં 2,000ની નોટ બદલી આપવાનો ઇનકાર નહીં કરી શકે. જો કોઈ બેંક 2,000 ની નોટ લેવાથી ઇન્કાર કરે તો તે અંગે ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે. ગ્રાહકને સંતોષ ન હોય તો તે આરબીઆઈના પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.