કેમેરામાં કેદ થઇ IPL-2023ની સૌથી મજેદાર મોમેન્ટ- વોર્નરે CSK ના ખેલાડીઓને બરાબરના દોડાવ્યા, બાકી હતું તો… જુઓ વિડીયો

Published on: 3:53 pm, Sun, 21 May 23

David Warner and Ravindra Jadeja fun on the field, Video Viral: IPL 2023ની 67મી લીગ મેચ CSK અને DC એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (CSK VS DC) વચ્ચે જોવા મળી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 77 રને જીતી લીધી છે. આ મેચ દરમિયાન એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ડેવિડ વોર્નર (David Warner) રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ની સામે તલવાર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો.

જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ મેચ જીત્યા બાદ CSKએ પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. વાસ્તવમાં ડેવિડ વોર્નર મેચની વચ્ચે રન લેવા દોડ્યો હતો અને તે બીજો રન લેવાના મૂડમાં હતો. આ દરમિયાન બોલ ખેલાડીના હાથમાં ગયો. વોર્નરે થોડે આગળ જઈને ફિલ્ડરને તીજ કરવાની કોશિશ કરી અને ફેંકાઈ ગયો. 

પરંતુ બોલ સ્ટમ્પ સાથે અથડાયો ન હતો અને જાડેજા પાસે ગયો હતો. જે બાદ વોર્નરે જાડેજાને આ રીતે ચીડવવાનું શરૂ કર્યું હતું.  આ દરમિયાન તેમણે જાડેજાની સિગ્નેચર સ્ટાઇલનું સેલિબ્રેશન કર્યું હતું. જેને જોઈને બંને હસવા લાગ્યા અને મેદાનનું વાતાવરણ ખુશનુમા બની ગયું.

તમને માહિતી માટે જણાવી દઈએ કે આ મેચ ખૂબ જ સારી રહી હતી. એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKએ શાનદાર શરૂઆત કરી. ઋતુરત ગાયકવાડે 50 બોલમાં 79 રન બનાવ્યા હતા. કોનવેએ 52 બોલમાં 87 અને શિવમ દુબેએ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેમણે જાડેજાની સિગ્નેચર સ્ટાઇલ તલવાર સેલિબ્રેશન કર્યું હતું.બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે શરૂઆતની ઓવરોમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી તો પૃથ્વી શો 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ડેવિડ વોર્નરે 58 બોલમાં 86 રન બનાવ્યા હતા. તેના પછી ટીમનો કોઈ ખેલાડી યોગ્ય રીતે રમી શક્યો નહોતો, ફિલિપ 3 રન બનાવીને આઉટ થયો હતો, રાસોવ 0, યશ 13, અક્ષર પટોલ 15, અમન હકીમ 7 અને લલિત યાદવ માત્ર 6 રન બનાવી શક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.