Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં અવારનવાર વધઘટ થઈ રહ્યું છે. સવારે અને મોડી સાંજ (Gujarat Weather Forecast) બાદ ઠંડી લાગે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે હવે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ રહી છે અને ગરમી વધી રહી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે પણ અંગેની આગાહી જોઈએ.
મહત્તમ તાપમાનમાં વધારો
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. આગામી પાંચ દિવસ તાપમાન ધીરે ધીરે વધશે પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હાલ સિઝન બદલાઈ રહી છે. જેમાં જમીન પર થોડી ગરમી વધી રહી છે. હાલ લઘુત્તમ તાપમાન સામાન્યની આસપાસ જ છે. મહત્તમ તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી શરૂ થશે.
બેવડી ઋતુનો અનુભવ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, મંગળવારે ગુજરાતનું સૌથી નીચું તાપમાન નલિયામાં 12 ડિગ્રી નોંધાયું છે. આ સાથે ગાંધીનગરમાં 12.5, ડીસામાં 13.4, અમદાવાદમાં 14 ડિગ્રી, રાજકોટ અને વડોદરામાં 15.8 અને સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તેમણે જણાવ્યા પ્રમાણે, અમદાવાદનું લઘુતમ તાપમાન 14.0 જ્યારે મહત્તમ તાપમાન 33.4 નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા લોકોને અનુભવાઈ રહ્યો છે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App