વોટ્સએપ દ્વારા તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ વ્યવસ્થા તૈયાર કરી લીધી છે. આ કેસના જાણકાર બે સૂત્રોએ આ માહિતી આપી છે. તેનાથી ફેસબુકની માલિકીના હક ધરાવતી મેસેજિંગ એપ્લિકેશનની ડિજિટલ પેમેન્ટ સર્વિસનો ભારતમાં કોમર્શિયલ લોન્ચનો માર્ગ સાફ થઈ ગયો છે.
આ બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) ની પણ મોટી જીત છે, જે આ વાત પર ભાર મૂકે છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતીય ગ્રાહકોના ડેટા દેશમાં જ રાખવા પડશે.
એક સૂત્રએ જણાવ્યું છે કે વોટ્સએપ, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) ના આધારે આ સર્વિસને પ્રથમ ICICI બેન્ક સાથે શરૂ કરશે. તેના પછી વોટ્સએપની પેમેન્ટ સર્વિસથી એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઈ પણ જોડાઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું છે કે વોટ્સએપ દ્વારા ડેટા લોકલાઇઝેશનથી જોડાયેલ કામ પૂર્ણ થયું છે. હવે ઓડિટર આના પર રેગ્યુલેટરની પાસે અહેવાલ આપશે. જે બાદ કંપની પેમેન્ટ એપ્લિકેશન સાથે લાઇવ થઇ શકે છે.
આરબીઆઈ મુજબ પેમેન્ટ કંપનીઓને દેશમાં ડેટા સ્ટોર કરવા માટેની વ્યવસ્થા પછી ઓડિટ રિપોર્ટ આપવાની રહેશે. ભારતીય કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-એન) ના પેનલમાં સામેલ ઓડિટરમાં તે ઓડિટનું કામ કરી શકે છે.
આ સમાચાર માટે પૂછેલા પ્રશ્નોના વોટ્સએપ અને આઇસીઆઇસીઆઈ બેંકે જવાબ આપ્યા નથી. યુપીઆઇની દેખરેખ કરનાર નેશનલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) એ પણ આ વિશે પ્રતિભાવ આપવાની મનાઇ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.