WhatsApp Update: વોટ્સએપ ચેટિંગ (WhatsApp Update) કરવા માટે વપરાતું દુનિયાનું સૌથી લોકપ્રિય એપ છે. તેનો ઉપયોગ પણ અત્યંત સરળ છે, જેથી દુનિયાભરમાં તેના સૌથી વધુ યુઝર્સ છે. આજે વોટ્સએપના એક અનોખા ફીચર વિશે વાત કરીએ. પહેલાં એવું હતું કે વોટ્સએપ પર મેસેજ મોકલવા નંબર સેવ કરવો પડતો હતો, પરંતુ હવે તેની જરૂર નથી. તો વોટ્સએપ પર નંબર સેવ કર્યા વગર કેવી રીતે મેસેજ કરવાની જુદી જુદી પદ્ધતિઓ જોઈએ.
જે નંબર પર મેસેજ કરવો તે પોતાને સેન્ડ કરીને
નંબર સેવ કર્યા વગર મેસેજ સેન્ડ કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. આ માટે સૌથી પહેલાં વોટ્સએપ એપ્લિકેશનનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. ત્યાર બાદ જે નંબર પર મેસેજ કરવાનો છે, તે નંબરને કોપી કરો. ત્યાર બાદ વોટ્સએપ ઓપન કરો અને નવો મેસેજ સેન્ડ કરવાનું બટન હશે, તેના પર ક્લિક કરી પોતાનું નામ શોધી, પોતાને મેસેજ કરવા માટેની વિન્ડો ઓપન કરવી. આ વિન્ડોમાં મોબાઇલ નંબર પેસ્ટ કરીને સેન્ડ કરવો. આ મેસેજ તરીકે પોતાના પર સેન્ડ થઈ જશે. ત્યાર બાદ આ નંબર પર સિંગલ ટેપ કરવું. એટલું કરતા, વોટ્સએપ એ નંબર પર વોટ્સએપ મેસેજ અથવા તો ફોન કરી શકાશે કે નહીં તે જણાવી દેશે. તેના પરથી સીધો મેસેજ સેન્ડ કરી શકાશે અને નંબર સેવ કરવાની પણ જરૂર નથી.
બ્રાઉઝર પર લિંક બનાવીને પણ કરી શકાય
મોબાઇલ અથવા તો કમ્પ્યુટર પર સૌથી પહેલાં વેબ બ્રાઉઝર ઓપન કરવું. ત્યાર બાદ આ લિંકને કોપી પેસ્ટ કરવી: https://api.whatsapp.com/send?phone=xxxxxxxxxx. જો કે એ વાતનું ધ્યાન રાખવું કે xxxxxxxxxxની જગ્યાએ જે નંબર પર મેસેજ કરવો હોય, તે મોબાઇલ નંબર નાખવો. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો ભારતનો નંબર હોય તો નંબર પહેલાં 91 ઉમેરવું. +ની સાઈન કરવાની જરૂર નથી. ત્યાર બાદ એન્ટર કરવું અને લિંક ઓપન કરવી. ત્યાર પછી ચેટ ઓપ્શનમાં જવું. જો એ વ્યક્તિ વોટ્સએપનો ઉપયોગ કરતો હોય તો એ લિંક તેની સાથેની ચેટ ઓપન કરીને આપી દેશે અને ત્યાર બાદ મેસેજ કરી શકાશે.
ટ્રુ કોલર એપ્લિકેશન દ્વારા વોટ્સએપ મેસેજ
આ માટે ટ્રુ કોલર પણ લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. જે નંબર પર મેસેજ કરવો હોય, તેને કોપી પેસ્ટ કરવો. એ વખતે નંબર ખાસ ચેક કરવો. ત્યાર બાદ સર્ચ કરેલા નંબરની ડિટેઇલમાં એક વોટ્સએપ આઇકન જોવા મળશે. એ આઇકન પર ક્લિક કરતાં સીધો મેસેજ મોકલી શકાશે અને તે પણ નંબર સેવ કર્યા વગર.
ગૂગલ આસિસ્ટન્ટની મદદથી પણ કરી શકાય
આ માટે મોબાઇલમાં ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ કરવું પડશે. મોટા ભાગના મોબાઇલમાં તે એક્ટિવેટ જ હોય છે, પરંતુ ન હોય તો પહેલાં તે ચાલુ કરવું. ત્યાર બાદ ગૂગલ આસિસ્ટન્ટને કમાન્ડ આપવો કે ‘સેન્ડ વોટ્સએપ ટૂ…’ અને ત્યાર બાદ મોબાઇલ નંબર બોલવો.
જો કે આ મોબાઇલ નંબર પહેલાં કન્ટ્રી કોડ એટલે કે ભારત માટે 91 બોલવું જરૂરી છે. આ નંબર બોલતી વખતે તે ચોક્કસ ઉચ્ચારમાં હોવો જરૂરી છે. ત્યાર બાદ ગૂગલ આસિસ્ટન્ટ શું મેસેજ મોકલવાનો છે તે પૂછશે. આ સમયે બોલીને પણ કહી શકાય છે અથવા તો લખીને પણ કહી શકાય છે. આટલું કરતાં, ગૂગલ આસિસ્ટન્ટ વોટ્સએપ પર એ નંબર પર મેસેજ સેન્ડ કરી દેશે.
એપલ યુઝર્સ માટે સિરી શોર્ટકટનો ઉપયોગ
આ માટે સૌથી પહેલાં આઇફોનમાં શોર્ટકટ એપ્લિકેશન ઓપન કરવી. ત્યાર બાદ એમાં અનટ્રસ્ટેડ શોર્ટકટને મંજૂરી આપવી. ત્યાર બાદ બ્રાઉઝરમાં જઈને આઇફોન માટે વોટ્સએપ ટુ નોન-કોન્ટેક્ટ શોર્ટકટ સર્ચ કરવું. એ માટે લિંક આવશે, એના પર ક્લિક કરીને એ શોર્ટકટને એડ કરવો. ત્યાર બાદ શોર્ટકટ એપ્લિકેશન ઓપન કરી અને તેમાં વોટ્સએપ ટુ નોન-કોન્ટેક્ટ શોર્ટકટને શોધવું. ત્યાર બાદ તેમાં મોબાઇલ નંબર દાખલ કરીને એન્ટર કરતાં તે સીધું વોટ્સએપની ચેટ ઓપન કરીને આપી દેશે. આ તમામ રીતે વોટ્સએપમાં નંબર સેવ કર્યા વિના સરળતાથી મેસેજ કરી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App