1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વ્હોટ્સએપ; જુઓ લિસ્ટ

WhatsApp News: નવા વર્ષની શરૂઆતથી લાખો એન્ડ્રોઈડ ફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. વાસ્તવમાં, મેટાની માલિકીની આ એપ જૂની ઓપરેટિંગ સિસ્ટમવાળા એન્ડ્રોઇડ ફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરી રહી છે. આવું લગભગ દર વર્ષે થાય છે, જ્યારે WhatsApp જૂની ઓપરેટિંગ (WhatsApp News) સિસ્ટમ માટે તેનો સપોર્ટ બંધ કરે છે. નવી ફેસિલિટીઝ જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતી નથી અને કેટલીકવાર આ સુરક્ષા કારણોસર કરવામાં આવે છે.

એન્ડ્રોઇડના આ વર્ઝન પર બંધ થઇ જશે WhatsApp
જો તમે હજુ પણ એન્ડ્રોઇડના કિટકેટ વર્ઝનનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે મુશ્કેલ બનશે. WhatsApp 10 વર્ષ પહેલા આવેલા આ વર્ઝન પર તેનો સપોર્ટ બંધ કરવા જઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે 1 જાન્યુઆરી, 2025 પછી વૉટ્સએપ કિટકેટ વર્ઝનવાળા ફોન પર ચાલી શકશે નહીં. જો તમે આ કરવાનું બંધ કરવા માંગો છો, તો તમારે તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરવી પડશે અથવા નવો ફોન ખરીદવો પડશે.

આ ફોનમાં નહીં ચાલે WhatsApp
1 જાન્યુઆરી, 2025 થી WhatsApp આ ફોન માટે પોતાનો સપોર્ટ બંધ કરવા જઇ રહી છે –
Samsung- ગેલેક્સી S3. ગેલેક્સી નૉટ 2, ગેલેક્સી Ace 3, ગેલેક્સી S4 Mini
HTC- વન X, વન X+, ડિઝાયર 500, ડિઝાયર 601
સોની – એક્સપીરિયા Z, એક્સપીરિયા SP, એક્સપીરિયા T, એક્સપીરિયા V
LG- ઓપ્ટિમસ G, નેક્સસ 4, G2 Mini, L90
મોટોરોલા – મોટો G, Razr HD, મોટો E 2014

આ માટે અપડેટ કરવું જરૂરી
WhatsAppના નવા ફિચર્સનો ઉપયોગ કરવા માટે એપને અપડેટ કરતા રહેવું જરૂરી છે. તે સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. બગ્સને દૂર કરવા માટે કંપની સુરક્ષા અપડેટ્સ જાહેર કરતી રહે છે. જો એપ અપડેટ ન કરવામાં આવે તો આ બગ્સ નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે એપનો ઉપયોગ કરવાનો અનુભવ બગડવાનો અને અંગત માહિતીની ચોરીનો પણ ભય રહે છે.