Mumbai Local Train: ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ(Mumbai Local Train) થઈ રહ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો નવી મુંબઈના વાશી સ્ટેશનનો છે. અહીં એક વ્યક્તિ લોકલ ટ્રેનના પૈડા નીચે ફસાઈ ગયો છે, જેને કેટલાક લોકો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
41 સેકન્ડનો વિડીયો થયો વાઇરલ
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે હવે વાયરલ થયો છે. આ વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે લોકોમાં હજુ પણ એકતાની લાગણી છે. જો લોકો એક થાય તો સૌથી અસંભવ કામ પણ થઈ શકે છે.આ વીડિયો 41 સેકન્ડનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનની પાસે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ઘણા લોકો લાઈનમાં ઉભા છે અને ટ્રેનને ઉપર ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લોકોએ આપી પ્રતિક્રિયા
બધા લોકો ટ્રેનને નમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી શકાય. આ વીડિયોને Reddit યુઝર દ્વારા Cat_Of_Culture નામના એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. વ્યક્તિએ આ ઘટના પછી સર્જાયેલી અરાજકતા વિશે જણાવ્યું છે. યુઝરે જણાવ્યું છે કે અકસ્માતમાં વ્યક્તિને માત્ર સામાન્ય ઈજા થઈ હતી. અન્ય Reddit વપરાશકર્તા, જેમણે તે જ ટ્રેનમાં હોવાનો દાવો કર્યો હતો, જણાવ્યું હતું કે તે કદાચ તમને પણ આ વીડિયો જોઈને નવાઈ લાગશે, પરંતુ આ વીડિયો બતાવે છે કે જો આપણે સાથે મળીને કંઈક કરીએ છીએ તો તેમાં ચોક્કસ સફળતા મળે છે.
View this post on Instagram
પાટાને પાર કરવાના કારણે સર્જાઈ આ ઘટના
વિભિન્ન રિપોર્ટ અનુસાર રેલવે અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આવું પાટાને પાર કરવાના કારણે થયું છે. પીડિત વ્યક્તિ જ્યારે પાટા પાર કરી રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી. ત્યારે પનવેલ તરફ જઈ રહેલી એક ટ્રેન ટ્રેક પર આવી ગઈ. ટ્રેનના ડ્રાઈવરે જોઈને અચાનક ઈમરજન્સી બ્રેક લગાવી દીધી પરંતુ તે વ્યક્તિ ટ્રેનની નીચે આવી ગયો. ત્યારે ત્યાં હાજર મુસાફરોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એકત્ર થઈને ટ્રેનને ધક્કો મારીને એક તરફ કરી દીધી અને પીડિતને બચાવી લેવામાં આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube