‘ગાંધી ટોપી’ પહેરવા પાછળ રહેલી છે આ રસપ્રદ કહાની- જાણો કેટલીક અજાણી વાતો

દેશને આઝાદી આપવામાં સૌથી અગ્રણી ભૂમિકા ભજવનાર ગાંધીજી એટલે કે દેશના રાષ્ટ્રપિતાને લઈ હાલમાં એક એવી વાત સામે આવી છે કે, જેનાથી તમે સાવ અજાણ હશો! હાલમાં ગાંધી ટોપી ગુજરાતના રાજકારણમાં ખુબ ચર્ચામાં છવાયેલી છે. ભાજપના સંગઠન મંત્રી રત્નાકર દ્વારા ગાંધી ટોપીને લઇ ટ્વિટ કરતાં ભારે વિવાદ સર્જાયો છે.

રત્નાકર દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, ગાંધીજીએ સફેદ ટોપી પહેરી જ નથી. નહેરૂએ પહેરી હતી એટલે ગાંધી ટોપી કહેવાઇ છે. કોગ્રેસ દ્વારા ટ્વિટર પર ગાંધી ટોપી પહેરેલ મહાત્મા ગાંધીજીની તસ્વીરો મૂકીને ભાજપના સંગઠનમંત્રીને ગાંધી ટોપીનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ગુજરાતની જનતાની માફી માંગવા માંગ કરવામાં આવી છે તો આ વિવાદિત બની રહેલ ગાંધી ટોપીનો ઇતિહાસ શું છે તેમજ તેનો ક્યાં ઉપયોગ કરાતો હતો તે અંગે પણ આપણે વિસ્તારથી જાણી લઇએ. કોંગ્રેસ પર રાજકીય પ્રહારો કરતા ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસીઓએ તમામ વાતમાં ટોપી પહેરાવી છે.

ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પહેરાતી સફેદ ટોપી જે કયારેય ગાંધીજીએ પહેરી જ નથી પરંતુ જેને ગુજરાત તથા મહારાષ્ટ્રની સાથે કોઇ લેવાદેવા નથી. નહેરૂએ હમેશા પહેરી હતી એટલે કે, તે ગાંધી ટોપી ઓળખાઇ હતી. આ ટ્વિટ કર્યા પછી કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે, ગાંધી ટોપીએ સ્વતંત્રતા સંગ્રામની આગવી ઓળખ છે.

સ્વદેશી વસ્તુઓના પ્રચારમાં ગાંધી ટોપી પહેરાતી હતી
ઇ.સ. 1918માં ગાંધીજીએ શરૂ થયેલા અસહકાર આંદોલનમાં ગાંધી ટોપીનો ઉદય થયો હોવાનું મનાય છે. સ્વદેશી વસ્તુ વાપરો એવા ગાંધીજીના આદેશને અપનાવીને પ્રચાર-પ્રસાર માટે ગાંધીજી સહિત અગ્રણીઓએ ગાંધી ટોપી પહેરવાની શરૂઆત કતરી હતી. આની સાથે જ ગાંધીજી માથે ફેંટો પહેરતા હતા. વર્ષ 1921માં એમને ગાંધી ટોપીનો પણ ત્યાગ કર્યો હતો.

ગાંધી ટોપી કઇ રીતે બની તેની રસપ્રદ વાત
ગાધી ટોપી પાછળની કહાની વર્ષ 1919ની છે. રામપુરના ઇતિહાસકાર, 74 વર્ષનાં નફીસ સિદ્દીક જણાવે છે કે, જ્યારે ગાંધીજી બાગમાં વર્ષ 1889-1930 દરમિયાન રામપુરના રજવાડાના નવાબ સૈયદ હમીદ અલી ખાન બહાદુરને મળવા માટે બીજી વાર રામપુર આવ્યા હતા.

‘રામપુર’ની મુલાકાત દરમિયાન તેમને કહેવાયુ હતું કે, નવાબ દરબારમાં એક પરંપરા રહેલી છે કે, દરબારમાં મહેમાનોને પણ માથુ ઢાંકવુ પડતું હોય છે. રામપુરના ઇતિહાસ પર કેટલાક પુસ્તકો લખી ચૂકેલ નફીસ સિદ્દીકે જણાવ્યું હતું કે, બાપુ તે સમયે કોઇ કપડું કે ટોપી સાથે લઇ ગયા ન હતા.

સિદ્દીકે જણાવ્યું કે, રામપુરના બજારમાં મહાત્મા માટે યોગ્ય કેપ ખરીદવાની તપાસ શરુ કરાઈ હતી. સિદ્દીક જણાવે છે કે, જેમને આ કામ અપાયું હતું એમના માટે યોગ્ય કેપ શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. કારણ કે, તેમાંની કોઈપણ કેપ બાપુને ફિટ ન થઇ.” ત્યારે ખિલાફત આંદોલનનું નેતૃત્વ કરનાર અલી ભાઈઓ – મોહમ્મદ અલી તથા શૌકત અલીની માતા આબાદી બેગમે ગાંધી માટે ટોપી બનાવવાનું નક્કી કર્યું હતું.

કેટલીક તસવીરોમાં, ખાસ કરીને વર્ષ 1919-1921ની વચ્ચે ગાંધીજી આ ટોપી પહેરેલા જોઈ શકાય છે કે, જે પાછળથી પ્રમાણભૂત કોંગ્રેસનો ડ્રેસ બની ગયો હતો. બ્રિટિશ સરકારે તેની વધતી જતી લોકપ્રિયતાને દબાવવા ગાંધી કેપ્સ પર પ્રતિબંધ લાદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ગાંધીજી કેમ ટોપી પહેરતા ન હતા?
એકવખત મારવાડી શેઠ બાપુને મળવા આવ્યા ત્યારે એણે મોટી પાઘડી પહેરી હતી. વાતચીત વખતે તેમણે પૂછ્યું હતું કે, ‘ગાંધીજી, તમારા નામથી લોકો દેશમાં ગાંધી ટોપી પહેરે છે પણ તમે તે નથી પહેરતા. આવું કેમ? ‘તેમને મહાત્મા ગાંધીએ જવાબ આપ્યો હતો કે, આજથી હું મારું પોતાનું બધું કામ જાતે કરીશ.

ગાંધીજીએ શેઠના શબ્દો પર સ્મિત સાથે જણાવ્યું હતું કે, તમારું કહેલું એકદમ સત્ય છે પરંતુ તમારી પાઘડી ઉતારીને જુઓ. તેમાંથી ઓછામાં ઓછી 20 ટોપી બનાવી શકાય છે. જ્યારે તમારા જેવો ધનિક વ્યક્તિ 20 ટોપીઓ જેટલું કાપડ પાઘડીમાં વાપરે છે ત્યારે 19 ગરીબ માણસોએ ઉઘાડું રહેવું પડશે. હું પણ તે 19 માણસોમાંનો એક છું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *