લ્યો બોલો: ચોરી કરવા કઈ ન મળ્યું તો બદમાશો લોખંડનો દરવાજો જ ઉપાડીને થયા છુમંતર- જુઓ વિડીયો

ફતેહાબાદ: આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક ચોર એવું કૃત્ય કરી નાખે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. હરિયાણાના(Haryana) ફતેહાબાદ(Fatehabad)માં શહીદ ઉધક…

ફતેહાબાદ: આજકાલ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ક્યારેક ચોર એવું કૃત્ય કરી નાખે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. હરિયાણાના(Haryana) ફતેહાબાદ(Fatehabad)માં શહીદ ઉધક સિંહ નગર(Shahid Udhak Singh Nagar)માં પણ ચોરોએ આવા જ એક કૃત્યને અંજામ આપ્યો છે. જેને જોઈને હેરાન તો થઈ જવાય છે અને સાથેસાથે હસવું પણ આવે છે. બદમાશોને ચોરી માટે જ્યારે કંઈ પણ વસ્તુ ન મળી તો તેઓ એક ઘરની બહાર લાગેલા લોખંડના દરવાજાને જ ઉખાડીને (Thieves took away iron gate) લઈ ગયા. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ (CCTV Footage) સામે આવ્યા છે.

જેણે પણ ચોરોની આ હરકતનો વીડિયો જોયો છે તેઓ દંગ રહી ગયા છે. બાઇક પર આવેલા ચોર કેવી રીતે પહેલા લોખંડના દરવાજાને ઉતારે છે અને પછી વજનમાં ભારે દરવાજાને બાઇક પર જ લઈને ભાગી જાય છે. ઉલ્લેખનીય છે કે, ફતેહાબાદના શહીદ ઉધમ સિંહ નગરમાં ધોળેદિવસે મોટરસાઇકલ સવાર બે નશાબાજ યુવક એક પ્લોટમાં લાગેલા લોખંડના દરવાજાને ઉખાડીને મોટરસાઇકલ પર લઈને ફરાર થઇ ગયા હતા.

આ અંગે ઉધમ સિંહ નગરમાં રહેતી મહિલા કાંતા દેવીએ કહ્યું કે, તેણે પોતાના એક પરિચિતના ખાલી પ્લોટમાં શાકભાવી ઉગાડી હતી અને આ પ્લોટની આગળ લોખંડનો એક અસ્થાયી દરવાજો પણ લગાવ્યો હતો. જેને બદમાશો ચોરી કરીને લઈ ગયા હતા. કોલોનીમાં રહેતા અન્ય લોકોનું કહેવું છે કે, આ ખાલી પ્લોટમાં સાંજના સમયે અનેક વ્યસની આવે છે અને નશાના ઇન્જેક્શન પણ લે છે.

લોખંડનો દરવાજો ચોરી કરીને બાઇક પર ફરાર થયેલા બે યુવકોનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. CCTVમાં જોઈ શકાય છે કે, બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિ નીચે ઉતરે છે અને થોડીવાર સ્થિતિનું નિરીક્ષણ કરતો રહે છે. આ દરમિયાન, તે સારી તકની રાહ જોઈ રહ્યો હોય છે. તે પ્લોટની અંદર પણ સતત નજર રાખી રહ્યો છે. જ્યારે તેને મોકો મળે છે તો એક બદમાશ એકલાહાથે દરવાજો ઉતારીને આ ભારે દરવાજાને બાઇકની પાછળ લઈને બેસી જાય છે. બાદમાં ત્યાંથી ફરાર થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *